રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
ઉપર વાસમાં વરસાદને લઈ બનાસ નદીમાં થોડા નવા નીર આવતા અમીરગઢ વાસીઓમાં ખુશી જોવા મળી હતી જોકે ઘણા સમય થી વરસાદ ઉત્તમ ગુજરાત માં ન આવતા ખેડૂતો ની હાલત ખફોડી બની હતી હાલ ના સમયમાં ખેડૂતો પર જાણે આભ ફાટ્યું હોઈ એવું પરિસ્થિતિ થઈ છે એક બાજુ તૈયાર પાકમાં કમોસમી વરસાદ તો વળી એક બાજુ ચોમાસા માં વરસાદ વિલંબ લઈ બેઠો છે. અમીરગઢ તાલુકામાં ૧૪ જેવા નાના મોટા જળાસયો કોરા ધાકોર જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાત નો મોટા માં મોટો ચેક ડેમ જે હાલ અમીરગઢ બનાસ નદી પર બાંધ વામાં આવ્યો હતો એપણ ખાલી જોવા મળતા અમીરગઢ તાલુકાના ખેડૂતો પર નિરાશા જોવા મળતી હતી. પરંતું બે દિવસ અમીરગઢ તાલુકા સહિત ઉપર વાસ માં સારો વરસાદ પડવાથી અમીરગઢ ચેક ડેપ ભરાઈ ઓવરફ્લો થયો હતો. અમીરગઢ તાલુકાન ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.હાલ જે પડી રહેલા વરસાદ થી અમીરગઢ તાલુકામાં હાલ તો ખેડૂતોના બળતા પાકો ને જીવન દાન મળ્યું હતું પંણ જો આગામી સમયમાં વરસાદ હજુ સારો ન થાય તો ખેડૂતો ની દશા વધારે વિકટ બને તેમ લાગી રહ્યું છે.