હાલ સમગ્ર ગુજરાત માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા માટે ઘણા પ્રયત્નો કરી રહી છે.સરકાર કોરોના ગ્રસ્ત વિસ્તાર માંથી સંક્રમણ આગળ ના ફેલાય તે માટે ઘણા પ્રયત્ન કરી રહી છે. સરકાર દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારો માંથી કોરોના પ્રસરે ના તે માટે કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારોને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવે છે. કન્ટેન્ટમેન્ટ વિસ્તારોમાં આવેલ ઘરોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવે છે અને તે વિસ્તારના લોકોને હોમ કોરન્ટાઇન કરવામાં આવે છે.કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં લોકોને બહાર નીકાળવામાં કે બહાર થી લોકોને અંદર જવામાં પ્રતિબંધ મુકવામાં આવે છે. તેથી કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલા વિસ્તારમાં ચકાસણી ની કામગીરી અધિકારીઓ ને સોંપવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ તથા કાલોલ તાલુકામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. તેથી કોરોના સંક્ર્મણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કોરોના પોઝિટિવ આવેલ અને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ વિસ્તરોમાં આજરોજ પંચમહાલ ગોધરા રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ તથા ડી.વાઈ.એસ.પી,સ્થાનીક પોલીસ સ્ટાફને સાથે રાખીને કન્ટેન્ટમેન્ટ ઝોનની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી.