બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા માં ચાલતા દારૂના વ્યાપાર ને બંધ કરવા માટે પોલીસ અધિકારીઓ એ આપેલી સૂચનાઓ ના આધારે ગરુડેશ્વર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે મળેલી ચોક્કસ બાતમી આધારે ગરુડેશ્વર ના અકતેશ્વર બ્રીજ ઉપરથી ટાટા વિસ્ટા ગાડી ના ચાલક (૧) રાજેન્દ્રસિંહ ઉર્ફે લાલો નરેંદ્રસિહ રાઠોડ ઉ.વ ર૯ ધંધો ખેતી રહે પટેલ ફળીયુ શહેરાવ તા.નાંદોદ જી.નર્મદા તથા ને (૨) ભુપેન્દ્રસિહ સુરેન્દ્રસિંહ રાઠોડ ઉ.વ ૨૨ ધંધો ખેતી રહે પટેલ ફળીયુ શહેરાવ તા.નાંદોદ જી. નર્મદા નાઓએ ટાટા વિસ્ટા સફેદ કાર માં વગર પાસ પરમીટનો પર પ્રાંતીય ઇગ્લીશ દારુ, ૫૦૦ એમ.એલ ના બિયરના કુલ ૧૨૦ નંગ કિમત રૂ ૧૨૦૦૦ તથા વહીસ્કી ૧૮૦ એમ.એલ ના કુલ ૪૮૦ નંગ કુલ કિ.રૂ ૪૮,૦૦૦ મળી પરપ્રાંતિય ઈગ્લીશ દારૂ કુલ કિ.રૂ ૬૦,૦૦૦ તથા ટાટા વિસ્ટા સફેદ કલરની કાર ની કિ.રૂ ૧,૦૦,૦૦૦ તથા બે મોબાઈલ ફોન ની કિ.રૂ ૧૩૦૦૦ તથા નં (૧) ની અંગ ઝડતી માંથી મળેલ રોકડ રૂપીયા ૧૯૦૦૦ કુલ તમામ મુદ્દામાલ મળી કુલ કિ.રૂ ૧,૯૨,૦૦૦ નો મુદ્દામાલ રાખી મળી આવી પકડાઈ જઈ તેઓ વિરુધ્ધ પ્રોહી. એકટ મુજબ નો ગુનો દાખલ કરી ગરુડેશ્વર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.