અરવલ્લીના નાના ખેડૂતો અને વેપારીઓને વિનામુલ્ય છત્રી આપવામાં આવશે.

Arvalli
રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી

બાગાયત ખાતા દ્વારા અમલી યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પર અરજી કરો

ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફળપાકો, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોનું રોડ સાઇડ વેચાણ કરતા ફક્ત નાના વેચાણકારો-વેપારીઓ, લારીવાળા ફેરીયાઓ અને ખેડૂતો જે પોતાના પાકનુ વેચાણ કરતા હોય તેમને માટે યોગ્ય છાંયડાની વ્યવસ્થા ઉભી થાય તે માટે બાગાયત વિભાગ દ્વારા વિના મુલ્યે મોટી છત્રીનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ કુંટુબ દીઠ પુખ્ત વયની એક વ્યકિતને છત્રી મળવાપાત્ર રહેશે. આ યોજનાઓનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ આઇ-ખેડુત પોર્ટલ ઉપર ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ સુધી ઓન-લાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનિક પુરાવા જેવા કે રેશનકાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ તથા સબંધિત સેજાના ગ્રામ સેવકનો ફ્ળ/ શાકભાજી/ફુલ કે નાશવંત કૃષિ પેદાશોનું છુટક વેચાણ કરતા હોવા અંગેના દાખલા સહિતની અરજી પોર્ટલ બંધ થયાથી દિન-૭ માં બિનચુક નાયબ બાગાયત નિયામકની કચેરી અરવલ્લી ખાતે રજૂ કરવાની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *