મહારાષ્ટના નેતા છગન ભુજબળે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ભાજપને ટાર્ગેટ કર્યું છે. NCP (નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી)ના વધુ એક નેતાએ ભાજપને આડેહાથ લઈને કહ્યું હતું કે જો બોલિવૂડ એક્ટર શાહરુખ ખાન ભાજપમાં સામેલ થઈ જાય તો ડ્રગ્સને બુરું (ખાંડનો પાવડર) માની લેવામાં આવશે. ક્રૂઝ ડ્રગ્સ કેસમાં શાહરુખનો દીકરો આર્યન હાલમાં જેલમાં બંધ છે.
NCP નેતા નવાબ મલિકે NCB વિરુદ્ધ જ આરોપો મૂક્યા હતા. તેઓ પહેલેથી એ જ વાત કહેતા આવ્યા છે કે આ આખો કેસ નકલી છે. NCBએ ટાર્ગેટ કરીને ક્રૂઝ પર દરોડા પાડ્યા હતા અને 1300માંથી માત્ર 11 લોકોને જ પકડ્યા હતા. પકડ્યા બાદ NCB તેમને ઓફિસ લઈને આવી હતી અને તેમાંથી પણ માત્ર 8 લોકો આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, મુનમુન ધામેચા ને જ લૉકઅપમાં રાખવામાં આવ્યા હતા અને બાકીના ત્રણને જવા દેવામાં આવ્યા હતા.ભુજબળે આગળ કહ્યું હતું, ‘ગુજરાતના મુંદ્રા પોર્ટ પર 3 હજાર કિલો હેરોઇન મળ્યું હતું, પરંતુ તેની તપાસ થતી નથી. NCB નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો શાહરુખ પાછળ પડી છે. જો આ જ શાહરુખ ભાજપ સાથે જોડાઈ જાય તો ડ્રગ્સને ખાંડ માની લેવામાં આવશે.’ ઉલ્લેખનીય છે ,કે આ પહેલાં NCPના નેતા નવાબ મલિકે ડ્રગ્સ પ્રકરણમાં ભાજપને ખરુંખોટું સંભળાવ્યું હતું.