રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા ના ચમારડી ગામે ગઇકાલે એક કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેને ધ્યાનમાં લઇ આયુષ્ય મંત્રાલય ભારત સરકાર ની ગાઈડલાઈન મુજબ ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તાવ શરદી ઉધરસ જેવા રોગો સામે રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ગામનાં નાના મોટા તમામ લોકો ઉકાળો પીવા માટે પહોંચ્યા હતા. આગામી પાંચ દિવસ સુધી ઉકાળાનું વિતરણ સવારે ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આ તકે ઉકાળા નું વિતરણ કરતા યુવાનોએ અહિ આવતા તમામ લોકોને માસ્ક ફરજીયાત પહેરી ને આવવું અને સોશ્યલ ડીસ્ટેન્સન રાખવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખેલ હતું. આ ઉકાળા નું વિતરણ વિનામુલ્યે કરવામાં આવેલ હતું.આ ઉકાળા વિતરણ સાગરભાઈ ગીરધરભાઈ વસ્તરપરા, બ્રિજેશભાઈ ઠાકરશીભાઈ વસ્તરપરા, મયુરભાઈ ગીરધરભાઈ વસ્તરપરા, ઘનશ્યામભાઈ ભોળાભાઈ વસ્તરપરા એ જહેમત ઉઠાવેલ હતી.