મહીસાગર જિલ્લાના લુણાવાડામાં બહુ પ્રખ્યાત જૂના ભૂમાફિયા રમેશ પટેલના કૌભાંડમાં ત્રીજો નવો વળાંક.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

ભૂ માફિયા રમેશ પટેલ નું એગ્રો સર્વિસ સેન્ટર પણ કોમન પ્લોટમાં હોવાનો ચોકાવનારો ખુલાસો થતાં એગ્રો સેન્ટર ની આસપાસનું બાંધકામ પણ શંકાના દાયરામાં. બહુ દિવસથી નગરમાં ચર્યપત્રા બનેલ વૃંદાવન સોસાયટીમાં રહેણાંકો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અનેક પ્રકારના તર્કવિતર્ક સામે આવતા ઘણી બધી માહિતીનો ઘટસ્ફોટ થતાં એક જ સોસાયટીમાં ઘણા બધા કૌભાંડ થાય હોવાનું સામે આવ્યું છે. વૃંદાવન સોસાયટીનો કોમન પ્લોટ કુબેરનગરમાં દાનમાં આપ્યો હોય એવી ચર્ચાએ જોર પકડતાં સમગ્ર પંથકમાં ખળભળાટ મચ્યો છે.

બીજી બાજુ જ્યાં ભૂ માફિયા રમેશ પટેલનું એગ્રો સર્વિસ સેન્ટર આવેલું છે તે પણ કોમન પ્લોટમાં આવેલું હોવાનો ચોંકાવનારો ખુલાસો થતાં આજુબાજુના તમામ બાંધકામો પણ શંકાના દાયરામાં આવતા આવનારા સમયમાં હજુપણ ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે. ભૂ માફિયા રેશભાઈ દ્વારા માત્ર એક જ સોસાયટીના જ નહીં પરંતુ જ્યાં જ્યાં પગલાં પડ્યા છે ત્યાં ત્યાં કૌભાંડ આચાર્ય હોવાનું સામે આવ્યું છે ત્યારે આવનારા ગણતરીની દિવસોમાં ફોજદારી ગુન્હો દાખલ કરીને ધરપકડ કરવામાં આવે તો નવાઈ નહી. જે વ્યક્તિ સાથે ફ્રોડ કરવામાં આવ્યું છે તે વ્યક્તિ હવે ન્યાયની માગણી કરી રહ્યા છે ત્યારે માફિયા રમેશ પટેલના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે આવનારા સમયમાં જો તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવી શકે એમ છે.

સોસાયટીમાં નકશા મુજબ વૃંદાવન સોસાયટીમાં ૧ થી ૫૯ પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું જેમાંથી કોમન પ્લોટની ૨૭૦૦ સ્કેવર્ફૂટ ની જગ્યાનો પ્લોટ સગેવગે કરીને ઉઠાં ભણાવી કોમન પ્લોટ ને માલિકી નો છે તેવું કહી નકશા અને કાગળમાં ઉચાપત કરીને વહેચી દેવામાં આવ્યો હતો. પ્લોટ નં ૩ માં હાલમાં મકાન બનવામાં આવ્યું છે પરંતુ મળેલ દસ્તાવેજ ના આધારે જે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે જેનો દસ્તાવેજ પહેલેથી જ કરવામાં આવેલા હતો તે ૩ નં પ્રમાણે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે. સોસાયટી નકશા મુજબ કોમન પ્લોટ જે છે જેમાં પી -૧, પી -૨, પી -૩ પી – ૪ પ્રમાણે જે કોમન પ્લોટ હતા તેમાં હાલમાં મકાન બનાવવામાં આવ્યા છે. જો એક જ નંબર -૩ અલગ અલગ બે વ્યક્તિના નામના દસ્તાવેજ બહાર આવતા સમગ્ર ઘટના સામે આવી છે ત્યારે સોસાયટીમાં રહેતા રહીશો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આવી કેટલું કૌભાંડ છે જેની તપાસનો વિષય બન્યો છે.

સોસાયટીમાં આવેલા ૪ કોમન પ્લોટ પૈકી એક કોમન પ્લોટમાં પોતાનો રૂઆબ અને ધાક ધમકીથી કોમન જગ્યામાં મકાનનું બાંધકામ કરવામાં આવ્યું જેને ભૂ માફિયા દ્વારા રેન્ટ પર આપીને ભાડું વસૂલવામાં આવે છે. આ રીતે કોમન પ્લોટમાં મકાન બનાવ્યું ત્યારે સોસાયટીમાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ ભૂ માફિયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જૂના જોગી ને માથાભારે એવા રમેશભાઈ સામે કોણ વિરોધ નોંધાવા જાય. રાજકીય કાવાદાવા અને કોમન પ્લોટને માલિકીની જગ્યા બતાવી વેચનાર રમેશ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી બચતા આવ્યા છે ત્યારે હાલમાં જ પ્રકાશમાં આવેલો બહુ ચર્ચિત મુદ્દે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? ફ્રોડ કરીને જમીન વેચવાના કૌભાંડમાં આ રમેશ પટેલ રૂપિયા પડાવ્યા છે ત્યારે ફોજદારી ગુન્હો ગમે ત્યારે દાખલ થઈ શકે એમ છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા મથકમાં જે માફીયાઓ દ્વારા આ પ્રકારે કાવાદાવા કરીને કોમન પ્લોટ વેચવામાં આવ્યા છે ત્યારે તમામ વ્યક્તિઓમાં ફફડાટ ફેલાયો છે. જાગરૂક નાગરિક દ્વારા આશરે ૧૧૨ જેટલા કોમન પ્લોટની તેમજ ગૌચર તથા જંગખાતા, ગ્રીન બેલ્ટની જમીનની વિગત જાણવા મળી છે ત્યારે આવનારા સમયમાં બીજા કેટલાય નામો સામે આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *