રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે જી.ઈ.બી ડિપાર્ટમેન્ટની વાયરોની કામગીરી ચાલી રહી છે જેને લઇને આ લાઈન અંડર ગ્રાઉન્ડ કરવાની હોવાથી ખોદકામ ની પ્રક્રિયા ચાલી રહી હતી જે દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટી જવાથી કેવડિયા કોલોનીના નગરજનો પાણી વિના મુશ્કેલીમાં મુકાયા હતા વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આવી કામગીરી કરતા કામદારો કોઈ પણ પ્રકારની કાળજી રાખ્યા વિના આ રીતે પાણીની પાઈપલાઈનો તોડી કાઢી નુકસાન પહોંચાડતા હોય છે તાત્કાલિક કેવડિયા કોલોની ખાતે પાણી પુરવઠા વિભાગના કર્મચારીઓ દ્વારા આ પાણીની પાઈપલાઈન રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.