મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા શહેરની કચેરીઓમાં સેનેટાઈઝર પંપ લગાવવામાં આવ્યા.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હાલની વૈશ્વિક મહામારી કોરોનાએ આખા દેશ અને દુનિયાના દરેક છેડે ભરડો લીધો છે. હળવદ તાલુકામાં પણ કોરોનાએ દસ્તક દીધી છે. એવા સમયે હાથોને વારંવાર સેનેટાઇઝ કરવાથી આ સંક્રમણથી બચી શકાય છે એવી મેડિકલી સલાહ પણ લોકોને આપવામાં આવે છે.
ત્યારે રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા લોકોની જ્યાં ખુબજ અવરજવર રહે છે એવા શહેરના સરકારી દવાખાને,નગર પાલિકાએ, મામલતદાર ઓફિસે, પોલીસ સ્ટેશને અને ટીકર ગામના સરકારી દવાખાને એમ કુલ પાંચ જગ્યાએ ત્યાંના સ્ટાફ મિત્રો અને મુલાકાતીઓ ,અરજદારો અને દર્દીઓ માટે પગ લગાવીને હાથોને સાફ કરી શકાય એવા ફૂટ પંપ મુકવામાં આવ્યા.

રોટરી દ્વારા અગાઉ પણ માસ્ક વિતરણ, પીપીઈ કીટ વિતરણ, જાગૃતિ માટેની જાહેરાતો વગેરે કાર્ય પણ કરવામાં આવ્યું છે. મામલતદાર સોલંકી પી.આઈ. દેકાવાડિયા, નગર પાલિકા ચીફ ઓફિસર સાગર રાડીયા,ડો.કૌશલભાઈ પટેલ ની ઉપસ્થિતમાં આ પંપને જેતે કચેરીઓમાં સોંપવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ માટેનું અનુદાન રોટે. હિતેનભાઈ ઠક્કર,રોટે. કાંતિભાઈ પટેલ,રોટે. પીયૂષભાઈ ઠક્કર, ફુલજીભાઈ વિરજીભાઈ એરવાડીયા ટીકર તરફથી આપવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *