રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
સતત પાણીની આવક ના કારણે ડેમની સપાટી રુલ લેવલ ને પાર થતા ૨,૪,૫,૬,૮ નંબર ના ૫ ગેટ ૧.૬૦ મીટર ખોલી કરજણ નદીમાં પાણી છોડાયું રાજપીપળા નજીકના કરજણ ડેમ માંથી કરજણ નદી માં રવિવારે સાંજે ૩૬,૦૭૨ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ બાબતે માહિતી આપતા કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એવી.હાલે ના જણાવ્યા મુજબ હાલ માં ઉપરવાસ માંથી સતત પાણીની આવક થઇ રહી હોય કરજણ ડેમ માં પાણીની સપાટી તેના રુલ લેવલ ને પાર જતા લેવલ જાળવવા માટે રવિવારે સાંજે કરજણ ડેમ ના પાંચ રેડિયલ ગેટ ખોલી ૩૬,૦૭૨ ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે.કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી છે. હાલ કરજણ બંધ માં ૪૦,૬૭૨ ક્યુસેક જેટલી પાણી ની આવક છે આજે ડેમ નું રુલ લેવલ ૧૦૯.૬૪ મીટર છે. માટે રુલ લેવલ જાળવવા માટે ડેમના ૫ રેડિયલ ગેટ ખોલી ને ૩૬,૦૭૨ ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે ડેમ ૭૨.૮૯ % ભરાયો છે.ડેમ નું આજ નું લાઈવ સ્ટોરેજ ૩૬૮.૭૧ મિલિયન કયુબિક મીટર છે.આમ સતત ઘણા દિવસ થી કરજણ ડેમ માંથી પાણી છોડાતા કરજણ નદી બને કાંઠે વહેતી જોવા મળી રહી છે.