નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્થાપિતો મુદ્દે આગામી ૧૬ જુલાઈએ કલેકટર કચેરી નર્મદા સામે આમ આદમી પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ યોજાશે.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્થાપિતો મુદ્દે આગામી ૧૬ જુલાઈએ કલેકટર કચેરી નર્મદા સામે આપ પાર્ટી દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. આવનારી તાલુકા,જિલ્લા અને નગરપાલિકાઓની ચુંટણીમા આમ આદમી પાર્ટી તરફ ઉમેદવારી નોંધાવવા માગતા ઈચ્છુક ઉમેદવારોને પણ હાજર રહેવા જણાવાયુ. આમ આદમી પાર્ટી નર્મદા આગામી ૧૬ જુલાઈના રોજ “સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન અધિનિયમ ૨૦૧૯” થી આદિવાસીઓના અધિકારોના હનન અને સ્ટેચ્યુ યુનિટી પ્રવાસન મંડળ દ્વારા પોલીસનો સહારો લઈને કરવામા આવતી રંજાડ પ્રવૃત્તિ સામે વિરોધ દર્શાવવા માટે ધરણાં પ્રદર્શન ના કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ના ગામો મા વસતાં આદિવાસીઓ ને તેમના બંધારણીય અધિકારો ને ભોગવવા થી રોકવામાં આવી રહ્યા છે,તેમજ ગુજરાત સરકાર નુ એકતરફી વલણ અને આદિવાસીઓ ની સતત રંજાડ પ્રવૃત્તિ અને પોલીસ દમન બંધ કરવામા આવે,આદિવાસી ખેડુતો ને તેમની જમીન ઉપર જતા રોકવામાં ના આવે અને ખેતી કરવા દેવામા આવે જે ખેડુતો ઉપર સ્ટેચ્યુ યુનિટી સત્તા મંડળ અને નર્મદા નિગમ દ્રારા જેટલી પણ ફરીયાદો કરવામા આવી તે તમામ પાછી ખેંચવામા આવે, તેમજ ગુજરાત સરકાર દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ ના ગામો માટે જે કાયદો બનાવ્યો છે તે રદ કરવા જેવી અન્ય માંગણીઓ મુદ્દે આમ આદમી પાર્ટી નર્મદા આદિવાસીઓ ના મુદ્દા ને લઈ ને આગળ વધી રહી છે.માંગણી ઓ નહીં સ્વીકારવાની સ્થિતિ મા આ મુદ્દા ને રાજ્ય સ્તર નો બનાવવા નુ પણ એલાન કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમમાં તમામ રાજકીય પાર્ટીઓ, સામાજિક સંસ્થાઓ, બિન-સરકારી સંગઠનો તેમજ અસરગ્રસ્ત ગામોના રહેવાસીઓને પણ ઉપસ્થિત રહેવા આહ્વાન કરવામા આવ્યુ છે.ગુજરાતમા ત્રીજા વિકલ્પ તરીકે પોતાની જગ્યા બનાવવા મથી રહેલી આમ આદમી પાર્ટી કેટલે અંશે સફળ થશે તે આગામી દિવસોમાં જોવા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *