રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ડિપ્રેશનમાં માણસ શુ કરી બેસે છે એનો એને જ ખ્યાલ નથી હોતો, અમુક લોકો તો આત્મહત્યાની કોશિશ પણ કરે છે પણ સારવાર બાદ તેઓ બચી પણ જાય છે, એવા લોકો જીવનના અંત સુધી કોઈને કોઈ ખામી સાથે જીવતા હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.નર્મદાના રાજપીપળામાં પણ એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા એક આશાસ્પદ યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના સામે આવી છે.
રાજપીપળાના વડિયા ગામમા રોયલ સનસીટીમાં રહેતા રોહિતભાઈ વ્યાસનો એકનો એક પુત્ર શિવાંગ રાજકોટ એન્જીનીયરીગ કોલેજમાં અભ્યાસ કરતો હતો, હાલ કોરોનમાં પોતાના ઘરે વડિયા રોયલ સનસીટીમાં રહેતો હતા.ગત રોજ શનિવારે એના માતા-પિતા વડોદરા ખાતે ગયા હતા અને રવિવારે સવારે પરત રાજપીપળા આવ્યા ત્યારે એમણે શિવાંગને મૃત હાલતમાં જોતા તેઓ ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા.મળતી માહિતી મુજબ શિવાંગ શનિવારે એકલો હતો, કોઈ કારણસર આ દુનિયાને અલવિદા કહેવાનું વિચારી ધોતિયાનો ગાળિયો બનાવી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
રવિવારે સવારે માતા-પિતા ઘરે આવ્યા ત્યારે મૃત હાલતમાં લટકતો જોઈ ઘેર શોકમાં ઉતારી ગયા
હતા અને ચીસ પડતા આખી સોસાયટીના ત્યાં ટોળા એકઠા થયા હતા.રાજપીપળા પોલીસને આ મામલે જાણ થતાં PI આર.એન.રાઠવા તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે શિવાંગ પોતાના માતા-પિતા સાથે નાની બહેનને રડતા છોડી ગયો છે.