બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને નર્મદા જિલ્લા તિલકવાડા તાલુકાના ગ્રામ પંચાયતના સરપંચ અરુણભાઈ તડવી નો કમલમ ખાતે ખેસ પહેરાવી અને શુભેચ્છાઓ પાઠવી નર્મદા જિલ્લામાં તમારા જેવા યુવાઓની જરૂર છે કે જે પાર્ટી ને મજબૂત કરી શકે અને સાથે સાથે સી.આર.પાટીલએ એમ પણ જણાવ્યું કે નર્મદા જિલ્લામાં જે સિનિયર પાયાના કાર્યકર્તાઓ છે જેમણે પાર્ટી ઊભી કરવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર મિત્રો તેમજ તમામ હોદ્દેદારોઓ તમામ યુવા મિત્રો ના જે પણ કંઈક પ્રશ્ન હશે નર્મદા જિલ્લાના એ તમામ પ્રશ્નો યોગ્ય રીતે સાંભળી અને એનું યોગ્ય નિરાકરણ આવશે આવનારા દિવસોમાં પણ ખાતરી આપી છે કે આપ તમામ પાર્ટીના હોદેદારઓ પાયાના કાર્યકર મિત્રો સૌ ભેગા મળી અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાની દરેક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને બંને વિધાનસભા આપ સૌના સહયોગથી ફરી નર્મદા જિલ્લામાં ભગવો લહેરાય એવી આપ સૌને મારી શુભેચ્છાઓ છે.