રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો લોકો પરિવાર સાથે ડેમ નો નજારો જોવા ઉમટી પડ્યા જામ કંડોરણાના ૪૨ જેટલા ગામો અને ધોરાજી શહેર ને પીવાના પાણી નો પ્રશ્ન હલ થયો છે. ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ મોટા દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ માં નવા નીર ની આવક થતાં ડેમ ઓવર ફલો થયો છે. ધોરાજી જામકંડોરણા સહિતના ૪૨ ગામ અને ધોરાજી શહેર ને પીવાનું અને સિંચાઇ નું પાણી પૂરું પાડતા ડેમ ઓવર ફલો થતા લોકોમાં ખુશી ની લહેર છવાઈ છે લોકો પરિવાર સાથે ડેમ નો નજારો જોવા ઉમટી પડ્યા હતા. આ પાણી થી ધોરાજી જામકંડોરણા સહિત ના ગ્રામ્ય વિસ્તાર ના ખેડૂતો ને સિંચાઇ નો લાભ થશે. જામ કંડોરણાના ૪૨ જેટલા ગામો અને ધોરાજી શહેર ને પીવાના પાણી નો પ્રશ્ન હલ થયો છે. ડેમ ના કાઠા ના નીચાણવાળા વિસ્તાર ઈશ્વરીયા, વેગળી, તરવડા, દૂધી, વદર સહિત ના ગામોને એલર્ટ કરાયા છે.