રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ભૂમાફિયા રમેશ પટેલે પહેલા સરકારના નિયમ મુજબ બધું જ ચાલતું હોવાનો રાગ આલાપ્યો.
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી વૃંદાવન સોસાયટીમાં એક થી ઓગણસાહીઠ પ્લોટ વેચાણ કરવામાં આવ્યું હતું જેમાંથી કોમન પ્લોટ ની ૨૭૦૦ સ્કેવર્ફૂટ ની જગ્યાનો પ્લોટ સગેવગે કરીને ઉઠાં ભણાવી કોમન પ્લોટ ને માલિકી નો છે તેવું કહી નકશા અને કાગળમાં ઉચાપત કરીને વહેચી દેવામાં આવ્યો છે. પ્લોટ નં ત્રણ માં હાલમાં મકાન બનવામાં આવ્યું છે પરંતુ મળેલ દસ્તાવેજ ના આધારે જે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે જેનો દસ્તાવેજ પહેલેથી જ કરવામાં આવેલા હતો તે ત્રણ નં પ્રમાણે કોમન પ્લોટ વહેચવામાં આવ્યો છે. જો હાલમાં ત્રણ નંબર પ્લોટમાં મકાન બનાવમાં આવેલું હોય તો સામેની વ્યક્તિને આપેલા પ્લોટના દસ્તાવેજમાં ખાલી જગ્યા કેવી રીતે છે? એક જ સોસાયટીમાં નં ૩ નો પ્લોટ ના બે દસ્તાવેજ કેવી રીતે હોઈ શકે? જો કોમન પ્લોટમાં રમેશભાઈ દ્વારા જ બાંધકામ કરવામાં આવ્યું છે તો દસ્તાવેજ કરેલ વ્યક્તિ પોતાનું ઘર ક્યા બાંધશે? આવા હજારો સવાલો એ સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે ભૂ માફિયા રમેશભાઈ ના પેટનું પાણી પણ હાલતું નથી ત્યારે આવા કેટલા પ્રકારના દસ્તાવેજ કરવામાં આવ્યા હશે તે તપાસનો વિષય બન્યો છે.
સોસાયટીમાં આવેલા બે કોમન પ્લોટ પૈકી એક કોમન પ્લોટમાં પોતાનો રૂઆબ અને ધાક ધમકીથી કોમન જગ્યામાં મકાનનું બાંધકામ કરવામાં આવ્યું જેને ભૂ માફિયા દ્વારા રેન્ટ પર આપીને ભાડું વસૂલવામાં આવે છે. આ રીતે કોમન પ્લોટ માં મકાન બનાવી ત્યારે સોસાયટીમાં રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ ભૂ માફિયાની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જૂના જોગી ને માથાભારે એવા રમેશભાઈ કોણ વિરોધ નોંધાવા જાય. રાજકીય કાવાદાવા અને કોમન પ્લોટને માલિકીની જગ્યા બતાવી વેચનાર રમેશ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી બચતા આવ્યા છે ત્યારે હાલમાં જ પ્રકાશમાં આવેલો બહુ ચર્ચિત મુદ્દે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે? ફ્રોડ કરીને જમીન વેચવાના કૌભાંડમાં આ રમેશ પટેલ રૂપિયા પડાવ્યા છે ત્યારે ફોજદારી ગુન્હો ક્યારે દાખલ થશે? આ સમગ્ર ઘટના સામે આવતા જિલ્લા મથકમાં જે માફીયાઓ દ્વારા આ પ્રકારે કાવાદાવા કરીને કોમન પ્લોટ વેચવામાં આવ્યા છે ત્યારે તમામ વ્યક્તિઓમાં ફફડાટ ફેલાયો છે. જાગરૂક નાગરિક દ્વારા આશરે ૩૮ જેટલા કોમન પ્લોટની તેમજ ગૌચાર તથા જંગખાતા તથા ગ્રીન બેલ્ટની જમીનની વિગત જાણવા મળી છે ત્યારે આવનારા સમયમાં બીજા કેટલાય નામો સામે આવે તેમ છે.