રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના તણખલા ગામે સામાન્ય વરસાદી ઝાપટાં ની સાથે જ ગામની ગલીયોના માર્ગો કીચડ થી ખદબદી રહ્યા છે. તેમજ તણખલા ગામ વચ્ચે રેલવે ની જમીન માં મોટું તળાવ જેવું ખાબોચીયુ આવેલું છે જેમાં પાણી ભરેલું રહે છે જે માંથી ગંદકીની વાસ મારતું હોય છે. મહંમદ હનીફ મલેકના જણાવ્યા પ્રમાણે રેલ્વે ના ખાબોચિયા ના પાણીના નિકાલ માટે વર્ષો પહેલા રેલવે લાઇન નીચે પાઇપ રાખેલી હતી જેનાથી આ ખાબોચિયાનું પાણી નો નિકાલ થઈ જતો હતો પરંતુ પાણીના નિકાલના માર્ગોને બંધ કરાતા હાલ આ રેલ્વે નું મોટું ખાબોચિયું તળાવના સ્વરૂપમાં દેખાય છે જે ગામ વચ્ચે ગંદકીથી ખદબદી રહ્યું છે આમ લોકો તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં આનો કોઈ નિરાકરણ નથી તેમજ મેમણ કોલોની માં ખાનગી જમીનમાં ખાબોચિયું હોવાથી ત્યાં પાણી ભરેલું રહે છે જેનાથી ત્યાં ના લોકોને પણ ગંદકી નો અહેસાસ થાય છે તેમજ બીમારી મચ્છરનો ભારે ઉપદ્રવ નો ભય સતાવ્યા કરે છે તેમજ તણખલા ગામ માં પ્રવેશતા રમેશ ડોક્ટરના ઘરની સામે આવેલી ખાનગી જમીનમાં પણ ખૂબ મોટું ખાબોચિયું ભરાયેલું રહે છે જેના કારણે અહીંના રહીશોને ગંદકી નો અહેસાસ થયા કરે છે અને મચ્છરોનો ઉપદ્રવને કારણે રોગચાળો ફેલાય તેની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે હાલ કોરોનાવાયરસ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યાં સ્વચ્છતા નામની કોઈ કામગીરી ગામમાં થતી હોવાનું જણાતું નથી. જેને લઇને ગામના લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.