બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ સરદાર સરોવર ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડાતા ડેમની આસપાસ આવેલા ગામોમાં પાણી ઘુસી જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગામોમાં પાણી ભરાઇ જતાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે તેમજ ખેડૂતોનો પાક પાણીમાં ડુબી જતાં નષ્ટ થયો છે પીપળીયા ગામના ખેડૂતોનો કહેવું છે કે ગરુડેશ્વર પાસે નિર્માણ કરવામાં આવેલ વિયર ડેમ ને કારણે અમારા પાકને નુકસાન થયું છે તેમજ ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે અમારા પાકને થયેલ નુકશાનનું વળતર કોણ ચૂકવશે? અમારી આ સમસ્યાને લઈને અમે વારંવાર સરદાર સરોવર નર્મદા નિગમ ની કેવડિયા ખાતે આવેલી કચેરી ને રજૂઆત કરેલ છે તેમ છતાં પણ અમારી આ બાબતને અધિકારીઓ ગંભીરતાથી લેતા નથી પીપળીયા ગામના ખેડૂતોએ પોતાની આ ગંભીર સમસ્યાને લઈને કેવડીયા કોલોની સરદાર સરોવર નર્મદા નિગમની કચેરી ને આજરોજ આવેદનપત્ર આપ્યું છે હવે જોવું રહ્યું કે અધિકારીઓ ખેડૂતોની આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવશે?