નર્મદા: સાગબારા તાલુકાના નાની દેવરુપણ થી ઉભારીયા વચ્ચેના બિસ્માર રસ્તાનું નવીનીકરણ કરવા માંગ મામલતદારને આપ્યું આવેદનપત્ર.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે વરસાદના કારણે નર્મદા જિલ્લાના ઘણા બધા અંતરિયાળ ગામોના રસ્તા બિસ્માર બન્યા છે ત્યારે સાગબારા તાલુકા ના નાની દેવરુપણ થી ઉભરીયા વચ્ચેના રસ્તાની બિસ્માર હાલતના કારણે લોકો ઘણી મુશ્કેલી વેઠી રહ્યા છે.જો વધુ વરસાદ વરસે ત્યારે આખા રસ્તા પર કીચડ પથરાઈ જાય છે જેના કારણે વાહન લઈને જવું પણ મુશ્કેલ બને છે આ બાબતે સાગબારા તાલુકાના લોકસરકાર ઇન્ચાર્જ દ્વારા મામલતદારને  આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદન માં જણાવ્યું હતું કે સાગબારા તાલુકાના નાની દેવરુપણ થી ઉભારિયા સુધીના છ કિલોમીટર રસ્તાનું નવીનીકરણ સમારકામ કરાવવા જે તે વિભાગને આદેશ આપવામાં આવે તેમજ અમારી આ રજૂઆત મુખ્યમંત્રી સુધી પહોંચાડવામાં આવે તેમ આવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *