રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે છેલ્લા પંદર દિવસથી દૂષિત તથા દુર્ગંધ મારતું પાણી આવતું હોવાની ફરિયાદને લઇ ને કેવડિયા કોલોનીના નગરજનો જે તે સંબંધિત કચેરી એ પાણીના નમૂના લઈને પહોંચ્યા હતા કેવડિયા કોલોનીના નગરજનોએ સંબંધિત કચેરીના અધિકારી ને પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરી હતી જેને લઇને આજરોજ સંબંધિત કચેરી દ્વારા કેવડીયાકોલોની ના અલગ અલગ વિસ્તારોમાં જઈને પાણીની પાઈપલાઈનો ની તપાસ કરવામાં આવી તથા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા અને કેવડિયા કોલોનીના નગરજનોના પાણી ના મુદ્દાને લઇને મંતવ્યો લેવામાં આવ્યા હતા સબંધિત કચેરી દ્વારા પાણીના જે નમૂના લેવામાં આવ્યા છે તે તસવીરમાં જોઈ શકાય છે.