રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
કોરોના વાયરસ ની મહામારીમાં સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર દ્વારા કોરોના વાયરસ થી બચવા માટે ની ગાઇડલાઇન બહાર પડી છે તેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક માટે ઘણા નિયાનો બહાર પાડ્યા છે અને જે માસ્ક ના નિયમ નું પાલન ના કરે અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જાળવે તો દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ ના કંન્વિનરો દ્વારા બર્થ સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં સોશિયલ ડિસ્ટન્સ એન્ડ માસ્ક ની ઐસી તૈસી કરી હતી. બી.જે.પી પાર્ટી ના કાર્યકરો દ્વારા જ સરકાર ના નિયમ ના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
ઉપરાંત દારૂ જેવા પ્રતિબંધિત પદાર્થ નું સરેઆમ વપરાશ થતો જોવા મળ્યો હતો અને દારૂ ની છોડો ઉછેરી તલવાર દ્વારા કેક કાપવામાં આવી હતી. સરકાર ના નિયમો નો ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર જ સરકાર ના નિયમો ને નેવે મૂકી દીધા હોય તેમ જોવા મળી રહ્યું છે.
વાયરલ થયેલા વીડિયો વીરપુર તાલુકાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.શું આવા લોકો સામે સરકાર પગલાં લેશે કે કેમ તે હવે જોવાનું રહ્યું છે.