રીપોર્ટર – વિક્રમ સાખટ, રાજુલા
મહુવા તાલુકાના માળિયા ગામે સમસ્ત કોળી સમાજ ના કોળી સેના આયોજિત ૧૧ મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. કોળી સેના મહુવા સમૂહ લગ્નમાં ૩૨ નંવ દંપતિઓ જોડાયા હતા. જેમાં મુખ્ય અતિથિ વિશેષ મહેમાન પરષોત્તમભાઈ સોલંકી કોળી સેના સ્થાપક પુર્વ મંત્રી ગુજરાત રાજ્ય મત્સ્ય ઉદ્યોગ, કોળી સેના ગુજરાત રાજ્ય યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી,પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી રાજુલા,રાજ્ય કક્ષાના મંત્રી આર. સી. મકવાણા, ભાવનગર જિલ્લા કોળી સેના પ્રમુખ આણંદભાઇ જે. ડાભી,ભાવનગર જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઈ લંગાળીયા, કોળી સેના ભાવનગર શહેર પ્રમુખ કાળુભાઈ જાંબુસા, કોળી સમાજ અગ્રણી બાબુભાઈ મકવાણા ડેડાણ, શામજીભાઈ મેકદુત, કોળી સમાજ પ્રમુખ રાજુલા તાલુકા ગૌતમભાઈ ગુજરીયા, રાજુલા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ જીલુભાઈ બારૈયા, સિહોર કોળી સેના પ્રમુખ રમેશભાઈ, નેશવડ પ્રાથમિક શાળા ના શિક્ષિક મહાસુખભાઈ વાળા તેમજ કોળી સેના ના તમામ હોદેદારો કાર્યકર્તાઓ સરપંચો ઉપસરપંચો અને તાલુકા પંચાયત સદસ્ય જીલ્લા પંચાયત સદસ્ય ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે કોળી સેના ભાવનગર જિલ્લા મંહામત્રી રમેશભાઈ જોળીયા ના માર્ગદર્શન હેઠળ આ અગીયાર મો સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં કોળી સેના મહુવા તાલુકા શહેર ટીમ મહુવા તાલુકા કોળી સેના પ્રમુખ રાજુભાઈ ચૌહાણ, મહુવા શહેર પ્રમુખ મુકેશભાઈ ધાપા. કોળી સેના મહુવા તાલુકા મંહામત્રી રાજુભાઈ તથા પુરી ટીમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું ત્યારે કોળી ભાવનગર જિલ્લા મંહામત્રી રમેશભાઈ જોળીયા દ્વારા સમગ્ર મહેમાનો અને કોળી સેના ટીમ નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.