રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
જાફરાબાદ તાલુકા કોંગ્રેસ સમિતિની બેઠક મળી અને આ બેઠક ભાડા ગામે કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ પરમાર ના નિવાસ્થાને બેઠક યોજાઇ જેમાં જાફરાબાદ તાલુકાના ખેડૂતોના પ્રશ્નો જીઇબી ના પ્રશ્નો ખેડૂતોને ખાતર ના મળતું હોવાના પ્રશ્ન અને લોકહીત બાબતના પ્રશ્નોની ચર્ચા કરી હતી આ બેઠક કોંગ્રેસના જાફરાબાદ તાલુકાના પ્રભારી ગભરૂભાઈ ઝાંઝરડા ના અધ્યક્ષ માં યોજાઈ હતી અને જાફરાબાદ તાલુકાના કોંગ્રેસના આગેવાન નાથાભાઈ પરમાર, ભીમભાઈ કવાડ, ઉકાભાઇ સોલંકી, લક્ષ્મણભાઈ બાંભણિયા, ઝવેરભાઈ પડશાળા, યુવરાજભાઈ વરૂ, ઘનશ્યામભાઈ શેખડા, ચંદુભાઈ પીછડી, રાઘવભાઇ ખુટ, વિનુભાઈ વડલીવાળા, ભયલુ ભાઈ વરુ, શૌલષભાઈ ભાલીયા, બાબુભાઈ બારૈયા, જીવરાજ ભાઈગુજરીયા ,રમેશભાઈ બાંભણિયા, મનુભાઈ મકવાણા, સુખાભાઈ કવાડ સહિતના કોંગ્રેસના કાર્ય કરો હાજર રહે અને આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં રાખી સંગઠનને વધુમાં વધુ મજબૂત બનાવવા કાર્યકરોએ કામે લાગી જવા જાફરાબાદ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નાથાભાઈ પરમારે એક યાદીમાં જણાવ્યું છે.