|| પંચમહાલ મિરર ડેસ્ક ||
.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદે રીતે રેતી માટી નું ખનન અને વહન વધી રહ્યું છે. અને સરકારી તિજોરી ને નુકસાન નું કાર્ય ખનિજ માફિયા ઓ દ્વારા કરવા માં આવે છે ત્યારે આજ રોજ પંચમહાલ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ આકસ્મિક ચેકિંગમાં નીકળ્યા હતા. ખાનગી બાતમીદારો પાસેથી બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના તુમાડિયા મોર્યો ગામે ગેરકાયદેસર રેતીનું ખનન કરી રેતી કાઢવામાં આવે છે. જેથી ગોધરા ખાણ ખનીજ વિભાગે બાતમી વાળી જગ્યાએ રેડ કરી એક હિટાચી મશીન સહિત 50 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમની અટકાયત કરી દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મુદ્દામાલને કાકણપુર ખાતે સીઝ કરી મુકવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રેતી માટી ખનન બાબતે અનેકો વાર કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ આ રેતી માટી ખનન માફીયાઓ દ્વારા ખનિજ ચોરી કરવા માં અવતીજ હોઈ છે અને જીલ્લા ના અનેક અધિકારીઓ ની રેકી કરી જાસૂસી પણ કરવા માં આવે છે પરંતુ તેઓ ના પર કોઈ પણ જાત નો રોક લાગતો નથી.. જોવા નું એ રહ્યું કે ગેરકાયદે ખનિજ ચોરી ક્યારે અટકશે…