મહિસાગર જિલ્લામાં આવેલ તમામ મામલતદાર કચેરીમાં જન સેવા કેન્દ્ર કોરોનાના કારણે બંધ કરી દેવામાં આવ્યા.

Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

નોવેલ કોરોના વાયરસ નું સંક્રમણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ફેલાયેલ છે. નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અલગ – અલગ સૂચનાઓ આપેલ છે. તેમજ ગુજરાત એપેડેમિક ડીસીઝ, રેગ્યુલેશન -૨૦૨૦ હાલ અમલમાં હોય, નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લેવાના થતા નિવારક પગલાંઓ બાબતે જિલ્લા કક્ષાએ પૂરતી તકેદારી રાખી જરૂરી તમામ કાર્યવાહીઓ તાકીદના ધોરણે હાથ ધરવામાં આવી રહેલ છે. સરકારના વંચાણે લીધેલ આમુખ- (૩) ના પરીપત્રથી નોવેલ કોરોના વાયરસ ના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલ કર્મચારીઓ / અધિકારીઓ તેમજ આવશયક તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલ વિભાગ / કચેરીઓ માટે અલગ અલગ સૂચનાઓ આપવામાં આવેલ છે.

આ પરીપત્રથી અત્યંત આવશ્યક ન હોય તે સિવાય મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ રાખવાની સૂચના આપવામાં આવેલ છે. ભારત સરકારના વંચાણે લીધેલ આમુખ- (૪) ના હુકમ અન્વયે ગુજરાત સરકારના વંચાણે લીધેલ આમુખ- (૫) ના જાહેરનામાથી સમગ્ર રાજ્યમાં અનલોક-૨ તા૩૧/૦૭/૨૦૨૦ સુધી લંબાવવામાં આવેલ છે. હાલમાં સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં કેસોની સંખ્યા દિન – પ્રતિદિન ખુબ જ ઝડપથી વધી રહેલ છે. નોવેલ કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રિત ન થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. હાલ જિલ્લાની મામલતદાર કચેરીઓમાં આવેલ જનસેવા કેન્દ્રો ખાતે આવકના પ્રમાણપત્રો, જાતિ અંગેના પ્રમાણપત્રો, સોંગદનામા, સ્ટેમ્પ પેપર્સ ખરીદવા, નોન – ક્રિમિલેયર સર્ટિફિકેટ વગેરે જેવા પ્રમાણપત્રો તથા આધારકાર્ડ સંબંધિત નુંકામગીરી માટે ખુબ જ મોટા પ્રમાણમાં માણસો એકત્રિત થઈ રહ્યા હોવાનું ધ્યાને આવેલ છે. મોટી સંખ્યામાં લોકોની અવર – જવર રહેતી હોઇ સામાજિક અંતર (Social Distance) નું પાલન સ્વયં લોકો દ્વારા અનેક કિસ્સામાં થતું નથી. જન સેવા કેન્દ્રની કામગીરી સાથે પણ અનેક કર્મચારીઓ સંકળાયેલ છે. તેમજ ભીડ થવાના કારણે અરસ – પરસના સંપર્ક થવાની શક્યતાઓ રહે છે. આથી કોરોના વાયરસનું સંક્રમણ ખુબ જ વધી જવાની શક્યતાઓ રહેલ છે. આ નોવેલ કોરોના વાયરસ ચેપી પ્રકારનો હોઇ એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાઇ શકે છે. જેથી આ ગંભીર ચેપી રોગને ફેલાતા અટકાવવા માટે તકેદારી રાખવી ખુબ જ જરૂરી છે. જેથી તા.૦૭/૦૭/૨૦૨૦ (મંગળવાર) થી તા.૧૮/૦૭/૨૦૨૦ (શનિવાર) સુધી જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલ જન – સેવા કેન્દ્ર ખાતે માત્ર નીચે દર્શાવેલ સેવાઓ ચાલુ રહેશે તે સિવાયની અન્ય તમામ કામગીરી જાહેર જનતાના આરોગ્યના હિતને ધ્યાને લઈ બંધ રાખવા સૂચના આપવામાં આવે છે.
નીચે દર્શાવેલ હેતુ માટે કામગીરી ચાલુ રાખી શકાશે. ૧. આરોગ્યના હેતુ માટે મા અમૃતમ કાર્ડના હેતુ અર્થે આવકનો દાખલો આપવાનો રહેશે. આવા ઇસ્યુ કરવાના થતા દાખલામાં “ફક્ત મા અમૃતમ, મા વાત્સ્યલ્ય યોજનાના કામ અર્થે” તેવો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે. ૨ કોઇ ગંભીર બિમારીના અતિ આવશ્યક કિસ્સાઓમાં જરૂરી ખાત્રી કરી સંબંધિત મામલતદાર જરૂરી પ્રમાણપત્રો / દાખલાઓ આપી શકશે. ૩. રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષના આવકના દાખલાની તથા નોન ક્રિમીલેયરના આપેલ પ્રમાણપત્રોની મુદત તા.૩૧/૦૩/૨૦૨૧ સુધીની માન્ય કરેલ હોવાથી શાળા – કોલેજો તથા સંસ્થાઓએ માન્ય રાખવાના રહેશે.ચાલુ વર્ષના દાખલા માટે આગ્રહ રાખવાનો રહેશે નહીં. જરૂર જણાયે તા.૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં રજુ કરવા જણાવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *