રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ડુંગરમાં જે રીતે સમગ્ર બાજુથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે જોતાં હવે ડુંગર માત્ર વાર્તાઓમાં જ આવશે એવો માહોલ સર્જાયો છે?
પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલી અને વારંવાર વિવાદમાં આવતી વેદાંત સ્કૂલની આસપાસ આવેલો ડુંગર અચાનક ગાયબ થઈ જતાં ગાયબ થયેલી માટી ક્યાં પૂરવામાં આવી છે તેવા હજારો સવાલો સામે આવતા લોકચર્ચા વેગ પકડ્યો છે. વેદાંત સ્કૂલની બાજુમાં આવેલો અને દૃશ્યમાન થતો ડુંગર અચાનક ગાયબ થઈ જાય છે. ત્યારે ખોદવામાં આવેલા ડુંગરની માટી ક્યાં પૂરણ થઈ હશે તેવો યક્ષ પ્રશ્ન જ્યારે ઉદભવ્યો છે ત્યારે શું આ સમગ્ર ઘટનાની તપાસ થશે કે પછી સત્તાનો દુરુપયોગ કરીને સગેવગે કરવામાં માહિર એવા ટ્રસ્ટીઓ દ્વારા શું આ સમગ્ર મામલો થાળે પડી જશે?
જો ડુંગર ખોદવામાં પરમિશન લેવામાં આવી છે તો કેટલી પરમિશન આપવામાં આવી છે? અચાનક ઊભી કરવામાં આવેલી છાવણી દ્વારા જાણે કે યુદ્ધનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે એવું દ્રશ્ય સર્જાયું છે ત્યારે રસ્તામાં આવતાજતા રાહદારીઓ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ઉભી કરવામાં આવેલી છાવણીમાં મૂકવામાં આવેલા વ્યક્તિઓ દ્વારા આ ડુંગરને પ્રોટેક્શન આપવા માટે મૂકવામાં આવ્યા છે કે પછી હાલમાં જ ચર્ચામાં આવેલા જૂના સૈનિક ને આપવામાં આવેલી જમીનને અને સૈનિકને દબાવવા માટે મૂકવામાં આવ્યુ છે?
વેદાંત શાળાની બાજુમાં કરવામાં આવેલું ડુંગરનું ખોદકામ દરમિયાન ડુંગર પર આવેલા વૃક્ષો અને માટી અચાનક ગાયબ થઈ જતાં ગાયબ થયેલી માટી કઈ જગ્યાએ ઠલવાઈ છે તેની તપાસ કરવામાં આવે તો ઘણા બધા રહસ્યો ખુલી શકે એમ છે પરંતુ આ ઘટનાની તપાસ કરવામાં આવે તો કેટલા ઘન મીટર મારી ખોદવામાં આવી છે અને કેટલું પૂરણ કરવામાં આવ્યું છે તે તપાસ કરતા જાણવા મળશે? આવા સવાલો થતાં મહીસાગર જિલ્લામાં અનેક લોકચર્ચા થઈ રહી છે ત્યારે વિધાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા વારંવાર વિવાદમાં આવતા અનેક પ્રશ્નો સર્જ્યા છે.