રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
ચીન સામે લડાઈ લડનાર સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીનું અપમાન અંગે કાયદેસરની કાર્યવાહીની માંગ.
લુણાવાડાથી સંતરામપુર રોડ પર મહેલોલિયા ટર્નિંગ સામે ચીન સહિતની લડાઈમાં ભાગ લેનાર વીર યોદ્ધા લશ્કરી અધિકારી સ્વર્ગસ્થ સજ્જનસિંહ નહારસિંહ સોલંકીને સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ જમીનમાં તેમના વારસદારોએ છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંતથી સંરક્ષિત કરેલી છે. તેમના પિતાની યાદમાં યાદગીરીરૂપે સ્થળ પર તેમના જીવનકાળમાં ભારતીય યોદ્ધા તરીકે લડેલા યુદ્ધ અંગેની માહિતી દર્શવાતું પોસ્ટર પર સંસ્મરણોરૂપે લગાડેલું હતું. લુણાવાડા પૂર્વ ધારાસભ્યના પુત્રે સ્વર્ગસ્થ લશ્કરી અધિકારીની જમીનમાં ઘૂસી વાડ તોડી તેમનું પોસ્ટર ફાડી નાખ્યું હતું.
સમગ્ર બનાવની વિગતોમાં સ્વર્ગસ્થ લશ્કરી અધિકારી પુત્ર મહેન્દ્રસિંહ સજ્જસિંહ સોલંકીએ લુણાવાડા પોલીસ મથકે આપેલ અરજી અનુસાર વેદાંત સંસ્થા સાથે સંકળાયેલા તત્વોએ તેમની જે વાડ છે તેને રાત્રી દરમિયાન તોડીને તેમના સ્વર્ગસ્થ પિતા સજજનસિંહ નહારસિંહ સોલંકી જે લશ્કરી અધિકારી હતા તેમની યાદમાં મુકેલા પોસ્ટરને તોડીને ત્યાંથી ઉઠાવીને લઇ ગયા છે. હિરાભાઇ નામના શખ્સના પુત્ર જેમનું નામ મહર્ષી હોવાનું તેમની જાણમાં આવેલ છે તેઓ તેમાં મુખ્ય સુત્રધાર હોવાનું માલુમ પડેલ છે. આ વ્યક્તિ વાડ તોડ્યા પછી પણ તેમના માણસોને વખતો વખત ધમકીઓ આપ્યા કરે છે ભવિષ્યમાં તેમના હિતોને નુકસાન પહોંચે નહીં તે અંગે યોગ્ય કાર્યવાહી કરીને પગલા લેવા વિનંતી કરી છે. આ ઉપરાંત લશ્કરી અધિકારીનું અપમાન એક મહત્વનો અને અલગ મુદ્દો છે તે બાબતે લઇ શકાય તેવા વૈધાનિક પગલા લેવાની આશા સાથે લુણાવાડા પોલીસ મથકે અરજી કરી છે. અરજીમાં પૂર્વ ધારાસભ્ય હીરાભાઈના પુત્ર મહર્ષિનું નામ આવતાં ચર્ચાનો વિષય બન્યો છે.