રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયા માં ઘણી જગ્યાઓ પર ગેરરીતી થતી હોય કેટલાક વચેટિયાઓ પોતાના અંગત ફાયદા ખાતર ગેમ રમતા હોય છે ત્યારે આવી બાબતમાં જેતે કચેરી ના અમુક કર્મચારી કે અધિકારી ની પણ મિલીભગત હોય તેવું પણ જોવા મળે પરંતુ આ લોકો પાછલા બારણે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા સાચા વ્યક્તિના ટેન્ડર ને પાસ ન કરી મળતીયાઓ અને કમિશન આપે તેવા ના ટેન્ડર પાસ કરતા હોવાની વારંવાર બુમ સંભળાઈ છે ત્યારે આવુજ કંઈક રાજપીપળા કોવિડ હોસ્પિટલના ના ટેન્ડર માં પણ બન્યું હોવાનો આક્ષેપ એક વેપારી એ લગાવી નર્મદા કલેક્ટર ને લેખિત રજુઆત કરી છે.
આ વેપારી એ પોતાની લેખિત રજુઆત માં જણાવ્યા મુજબ પોતે રાજ કેટર્સ ના પ્રોપરાઇટર વિજય કુમાર શિવ શંકર વ્યાસ ની મુદતમાં સિવિલ સર્જન રાજપીપળા દ્વારા કોવિડ હોસ્પિટલ રાજપીપળા દર્દીઓને ચા નાસ્તો અને ગુજરાતી શાકાહારી જમવાનું પૂરું પાડવા માટે ટેન્ડર જાહેરનામુ બહાર પાડયું હતું જેમાં ટેન્ડરની પ્રક્રિયા નિયમ મુજબ શરતોનું પાલન અમારા દ્વારા કરવામાં આવેલ જ્યારે અન્ય પાર્ટીઓના ટેન્ડરમાં નિયમોનુસાર ઘણી ખામીઓ હતી જે બે પાર્ટીના ટેન્ડર હતા એ ઊંચા ભાવના હતા જ્યારે અમારું ટેન્ડર નીચા ભાવ નું હતું અને શરતો અનુસાર અમારા ટેન્ડરમાં તમામ પૂર્તતા કરી હતી તેમ છતાં અમને ન્યાય મળ્યો નથી જે ત્રણ ટેન્ડરો છે તેમાં તમામ શરતોનું પાલન અમેં કરેલ હોય તેમજ અમારા ભાવ પણ સૌથી ઓછા હોય અમને ટેન્ડરની પ્રક્રિયા માં પસંદગમગી આપવી તેવી રજુઆત કલેક્ટર ને કરાઈ હતી.
જોકે સૌથી ઓછા ભાવનું અને યોગ્ય ટેન્ડર હોવા છતાં આ બાબતે તારીખ ૩-૭-૨૦૨૦ ના દિને આ અરજદારે રૂબરૂમાં સરકારી હોસ્પિટલમાં ટેન્ડર બાબતે કમિટી સમક્ષ રજૂઆત કરી તો ત્યાંથી તેમને એમ જણાવ્યું કે તમારે જે કરવું હોય તે કરી લેજો તમને ન્યાય નહીં મળે તમે બીજા ના ટેન્ડરમાં ભૂલ કાઢેલ છે એટલે તમારું સાચું છે તમારા ભાવ બધા ટેન્ડર કરતા ઓછા છે તો પણ તમને ટેન્ડર નો ન્યાય આપીશું નહીં તેમ જણાવતા આખરે આ વેપારી એ ન્યાય મેળવવા નર્મદા કલેક્ટર ને લેખિત રજુઆત કરી છે.ત્યારે સિવિલ હોસ્પીટલ સહિત જીલ્લા ની ઘણી કચેરીઓ માં ટેન્ડર માં ચાલતી ગેરરીતી બાબતે સાચા વ્યક્તિઓને ન્યાય મળશે કે નહીં એ જોવું રહ્યું. આ બાબતે નર્મદા કલેક્ટર મનોજ કોઠારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ટેન્ડર માં ગેરરીતી બાબતે રજુઆત આવી છે પરંતુ તેમાં જે પ્રોસીઝર હશે એ મુજબ આગળ તપાસ થશે.