રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
શિક્ષકો ના પગાર અને વેતન મુદ્દે શિક્ષક સંઘ વારંવાર સરકાર માં રજુઆત કરતું આવ્યું છે હાલ શિક્ષકો નો ગ્રેડપે બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે વર્ષ ર૦૧૦ અને ત્યાર બાદ પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦ રૂપિયા ગ્રેડ પે આપવા બાબતે ડેડીયાપાડા ના ધારાસભ્ય મહેશભાઈ વસાવાએ ગુજરાત ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ને પત્ર લખ્યો
પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં વર્ષ ૨૦૧૦ અને તે પછી પ્રાથમિક શિક્ષક તરીકે જોડાયેલા શિક્ષકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શિક્ષકોને શરૂઆતથી જ અન્ય રાજયોની જેમ પૂર્ણ વેતન તથા ૪૨૦૦ ગ્રેડ પે મળવો જોઈએ પરંતુ ગુજરાત રાજય સરકારના નાણા વિભાગના વિવાદિત ઠરાવ અમલના કારણો સર શિક્ષકોએ કુલ ૯ વર્ષ ની નોકરી પૂર્ણ કરી છે. છતા એ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ કે જે વર્ષોથી ૪૨૦૦ મળતું હતું. તેની જગ્યાએ ર૮૦૦ ગ્રેડ કરી દિધો છે. જેથી સમાજ અને દેશના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવતા શિક્ષક વર્ગમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે ઉપરોક્ત બાબતે આપશ્રી દ્વારા યોગ્ય નિર્ણય કરી હાલની તારીખથી ૪૨૦૦ ગ્રેડ પે વિના શરતે અમલ કરી આપવામાં આવે એવી મારી અંગત ભલામણ છે.