રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
અનલોક બાદ નર્મદા જિલ્લાના કેવડિયા માં કોરોના નું સંક્રમણ વધ્યું હતું ત્યારબાદ દિવસે દિવસે કોરોના નું સંક્રમણ ઘટ્યું હોય તેમ લાગી રહ્યું છે આજે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા માં એક કોરોના નો પોઝિટિવ કેસ નોંધાયો છે.
નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૬૧ માંથી ૧ પોઝિટિવ કેસ નોંધાયો છે ડેડીયાપાડા ના ઠાકોર ભાઈ રમણભાઈ ઓડ ઉંમર ૩૯ વર્ષ કોરોના પોઝિટિવ નોંધાયો છે સાથેજ નર્મદા જિલ્લા ના રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૯ દર્દી સારવાર હેઠળ છે આજદિન સુધી કુલ ૮૮ દર્દી સાજા થતા રજા આપવામાં આવી છે ઉપરાંત નર્મદા જિલ્લામાં કુલ ૯૭ કેસ કોરોનાના નોંધાયા છે આજે વધુ ૪૫ સેમ્પલ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે નર્મદા જિલ્લા માં ૧૩૧ વ્યક્તિ ફેસિલિટી કોરેન્ટાઈન માં છે તેમજ ૮૬ વ્યક્તિ હોમ કોરેન્ટાઈનમાં છે.