નર્મદા જિલ્લામાં યુરિયા ખાતરની અછત મુદ્દે લોકસરકારમાં રજુઆત

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

ડેડીયાપાડા ખાતર કેન્દ્ર ખાતે ખેડૂતો યુરિયા ખાતર લેવા એક દિવસ અગાઉ આવી જાય છે છતાં પૂરતું ખાતર મળતું નથી

ખાતર બાબતે લોકસરકાર ના દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ પરેશ ભાઈ વસાવા ને ધ્યાને આવતા લોકસરકાર માં રજુઆત કરી

હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતો પોતાના પાકની વાવણી માં લાગી ચૂક્યા છે ત્યારે હાલ ખેડૂતોને ખાતરની ખાસ જરૂરિયાત રહે છે તેવામાં નર્મદા જિલ્લામા યુરિયા ખાતરની અછત હોવાની બૂમ ઉઠી છે આજે ડેડીયાપાડા ખેડુત સહાય કેન્દ્ર ખાતે યુરિયા ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી

લોકસરકાર દક્ષિણ ઝોન ના ઇન્ચાર્જ પરેશભાઈ વસાવા એ જણાવ્યું હતું કે ડેડીયાપાડા ખેડૂત સહાય કેન્દ્ર ઉપર યુરિયા ખાતર લેવા માટે આજે સવારે લાંબી કતારો જોવા મળી હતી જે બાબત ધ્યાને આવતા તાપસ કરતા ખેડૂતો બે બે દિવસ અગાઉ ખાતર લેવા આવતા હોવાનું પણ જાણવા મળ્યું છે ઉપરાંત ખેડૂતો ને પૂરતું ખાતર પણ મળતું નથી એક તરફ લોકડાઉન ના કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે ત્યારે હાલ ખેતી ની સિઝન હોય ખેડૂતો બિયારણ કરી ફરી પોતાની આજીવિકા ઉભી કરવાનો પ્રયતન કરી રહ્યા છે ત્યારે ખાતર ની અછત થી ખેડૂતો ની હાલત કફોડી બની છે આજે આ બાબતે લોકસરકાર ની એન્ડ્રોઇડ એપ્લિકેશન માં ફરિયાદ કરી છે લોકસરકાર વિરોધ પક્ષ દ્વારા લોકોના પ્રશ્નો ને વાચા આપી સરકાર સુધી સમસ્યા પોહચડવાનું એક માધ્યમ છે જેમાં રજુઆત કરી છે આ રજુઆત ઇ મેલ મારફતે જેતે સંબંધિત મંત્રાલય માં જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *