દેશ અને રાજ્યમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવ અને સુશાસનના પર્વ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ ગોધરા તાલુકા ના લિલેસરા ગામે પોપટપુરા, ચીખોદ્રા, સારંગપુર, લીલેસરા, વણાંકપુર ગામને લાભ આપતો યોજાયો. આ પ્રસંગે બજાર સમિતિ, ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણે-જણાવેલ કે, રાજ્ય સરકારે સામન્ય લોકોના હિતોને હંમેશા પ્રાથમિકતા આપી છે અને સામાન્ય માણસ સુશાસનની પ્રતીતિ કરી રહ્યો છે તે સરકારની મોટી સફળતા છે. દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્રારા કરાય રહેલા વિવિધ જનવિકાસ કાર્યોને કારણે જનજન અત્યારે સુશાસનનો અનુભવ કરી રહયા છે. રાજ્ય સરકાર પણ પોતાની કામગીરી થકી સામાન્ય માણસોને સુશાસનની પ્રતીતિ કરાવી રહી છે. આ સપ્તાહ પણ વિવિધ યોજનાકીય લાભો ઝડપથી, સરળતાથી અને પારદર્શી રીતે લોકો સુધી પહોંચે એ માટેનું સરસ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય માણસ સુશાસનની પ્રતીતી સેવા સેતુ દ્વારા થઈ રહી છે. આજના સેવાસેતુ કાર્યક્રમમા મહાનુભાવોએ નાગરિકોને વિવિધ યોજનાકીય લાભો એનાયત કર્યા હતા. આ કાર્યક્રમમાં ગ્રામપંચાયતોના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યઓ, મડળીના સભ્યઓ, ગ્રામજનો અને તાલુકા વિકાસ અધિકારી, તલાટીઓ, અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.
Home > Madhya Gujarat > Godhra > લીલેસરા ગામે એપીએમસી ગોધરાના ચેરમેન રાજેન્દ્રસિંહ ચૌહાણ હસ્તે આઠમા તબક્કા નો સેવા સેતુ કાર્યકમ યોજાયો.