કૂપર હોસ્પિટલે સિદ્ધાર્થ શુક્લાનો PM નો રિપોર્ટ મુંબઈ પોલીસને આપી દીધો છે. PM ના રિપોર્ટ પર 5 ડૉક્ટર્સના સિગ્નેચર છે. કૂપર હોસ્પિટલના 3 એક્સપર્ટ ડૉક્ટરે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. અને ત્રણેય ડૉક્ટર્સે પોતાના ફાઇનલ રિપોર્ટમાં મોતનું કારણ જણાવ્યું નથી. થોડીવારમાં મુંબઈ પોલીસ કહેશે કે 40 વર્ષીય સિદ્ધાર્થના મોતનું અસલી કારણ શું હતું. રિપોર્ટમાં સિદ્ધાર્થના શરીર પર કોઈપણ જાતની એક્સટર્નલ ઈજાનાં નિશાન જોવા મળ્યાં નહોતાં. મુંબઈ પોલીસ ફોરેન્સિક રિપોર્ટ તથા કેમિકલ એનાલિસિસ પછી જ કોઈ નિષ્કર્ષ પર પહોંચેશે. વિસેરા સેમ્પલ કલીના ફોરેન્સિક લેબમાં મોકલવામાં આવશે . આ રિપાર્ટ આવતા 20-25 દિવસનો સમય થશે. એટલે કે હવે માત્ર વિસેરા રિપોર્ટ પરથી જ મોતનું સાચું કારણ જાણવા મળશે.
40ની ઉંમરમાં સિદ્ધાર્થ શુક્લાનું 2 સપ્ટેમ્બરના રોજ હાર્ટ-અટેકથી મૃત્યુ થયું હતું. 2 સપ્ટેમ્બરના રોજ સવારે સાડાદસ વાગે કૂપર હોસ્પિટલે એક્ટરને મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલના ડૉક્ટર્સે ડેથ બિફોર અરાઇવલ જાહેર કર્યું હતું. ત્યાર બાદ સાડાત્રણ વાગે સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ શરૂ કરવામાં આવ્યું હતું અને એ સાડાઆઠ વાગ્યા સુધીમાં પૂરું થયું હતું.
.