ધો-10ના સ્ટાન્ડર્ડ ગણિતમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પૂછાયા.

Latest vadodara

શિક્ષણ બોર્ડની ધોરણ-10નું સ્ટાન્ડર્ડ ગણિત પેપરમાં 30 ગુણના દાખલા પુસ્તકના ઉદાહરણના જ પુછવામાં આવ્યા હતા. આથી વિદ્યાર્થીઓને રોકડિયા માર્કનો ફાયદો મળશે. પેપરમાં 20 ગુણના દાખલા હોંશિયાર અને નબળા વિદ્યાર્થીઓને અલગ કરે તેવા પુછાયા હતા. શિક્ષણ બોર્ડની ધોરણ-10ની પરીક્ષામાં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર વિદ્યાર્થીઓની અપેક્ષા કરતા વધારે સરળ નિકળ્યું હતું. આર.સી.સ્કુલના વિષય શિક્ષક પ્રવિણભાઇ પટેલના જણાવ્યા મુજબ વિભાગ-સીમાં દાખલા નંબર 39 ટ્વીસ્ટ કરીને પુછવામાં આવ્યો હતો. જ્યારે વિભાગ-ડી પ્રમેયો અને રચના સરળ પુછવામાં આવતા વિદ્યાર્થીઓ રોકડા ગુણ મેળવશે. પેપરના દાખલા નંબર-45, 43, 42, 46 અને 52 દાખલા પાઠ્ય પુસ્તકના ઉદાહરણના બેઠા પુછવામાં આવ્યા છે. આથી વિદ્યાર્થીઓને 25થી 30 ગુણ રોકડા મળી જશે. ઉપરાંત જનરલ ઓપ્શન હોવાથી વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત પેપર હોવાનો અનુભવ જ થયો નથી. જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પેપરનો અભ્યાસ કર્યો હશે તેવા વિદ્યાર્થીઓને સ્ટાન્ડર્ડ ગણિત પેપરનું માર્ગદર્શન મળી રહે તેવું પેપર હતું. ધોરણ-10ના સ્ટાન્ડર્ડ ગણિત પેપર અંગે આર.જી.સ્કુલના વિષય શિક્ષક ગીતેશ પટેલે જણાવ્યું છે કે વિભાગ-એમાં 24માંથી 11 દાખલા ગણતરી વિનાના હોવાથી વાક્ય વાંચવાથી જવાબ મળી જાય છે. પાંચ દાખલા સૂત્રોવાળા હોવાથી વિદ્યાર્થીઓ રોકડા ગુણ મેળવશે. જોકે વિભાગ-સીનો દાખલા નંબર-46 જે ગુણભાર કરતા લાંબો પુછાયો હોવાથી વિદ્યાર્થીઓને સમય વધુ માંગી લે તેવો છે. તેજ રીતે દાખલા નંબર-53, દાખલા નંબર-30 સહિત પાંચેક દાખલા ટ્વીસ્ટ કરીને પુછ્યા હતા. જે હોંશિયાર અને મધ્યમ વિદ્યાર્થીઓનો ભેદ પાડી શકે તેવા પુછાયા હતા. ગણિતના પેપરમાં કુલ-3821માંથી 3749 હાજર અને 72 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *