રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગુજરાત સરકાર દ્વારા મનરેગા કામોનું ઈ-ટેન્ડરિંગ ઓનલાઈન પદ્ધતિ મુદ્દે નર્મદા જિલ્લામાં ખુબ વિરોધ થઈ રહ્યો છે.અગાઉ સરપંચ સધે સરપંચો સાથે આ મામલે ડી ડી ઓ ને કલેક્ટર ને આવેદનપત્ર આપી, ઈ-ટેન્ડરિંગ રદ કરવાની માંગ કરી હતી.તો હવે મામલે નાંદોદ કોંગ્રેસના ધારાસભ્ય પી.ડી.વસાવાએ સીધા જ રાજ્ય ના મુખ્યમંત્રી રૂપાણીને એક પત્ર લખ્યો છે. આ મામલે આજે નર્મદા જિલ્લા ભાજપ ના યુવા મોરચા ના અધ્યશેતો આ ટેન્ડર પ્રક્રિયા રદ નહીં થયા તો આંદોલન ને ઉપવાસ ઉપર ઉતરવની ચિમકી આપતો લેખીત પત્ર આજે ડી ડી ઓ ને આપતા રાજકરણ ગરમાયુ છે.
યુવા મોરચા ના પ્રમુખ ચંદ્રકાન્ત લુહારે એ આપેલ પત્રમાં જણાવેલ હતુ કે જિલ્લા પંચાયત નર્મદાના વહીવટ કર્તા દ્વારા મનરેગા યોજનાનું ટેન્ડર મટીરીયલ સપ્લાય કરવાનું જિલ્લા કક્ષાએ ટેન્ડર કરેલ છે. જે રદ કરી તાલુકા કક્ષાએ સપ્લાયનું ટેન્ડર પડે અવી માંગણી કરી છે. વધુમાં ગુજરાતમાં મોતા ભાગના જિલ્લાઓમાં તાલુકા કક્ષાએ ટેન્ડર પડેલ છે. જેથી નર્મદા જિલ્લામાં પણ તાલુકા કક્ષાએ ટેન્ડર થાય અને જો આ જિલ્લા કક્ષાનું ટેન્ડર રદ ના થાય તો ના છુટકે જિલ્લા પંચાયત નર્મદા સામે પ્રતિક ઉપવાસ પર અમો ઉતરીશું તેવી ચિમકી ઉચ્ચારી હતી.
અગાઉ સરપંચ સંઘ પ્રમુખ નિરંજન વસાવાએ પણ આ મુદ્દે નર્મદા જિલ્લા વહીવટીતંત્રને ચીમકી આપી હતી કે, ઇ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથધરી જિલ્લા બહારની એજન્સીઓ તેમજ જિલ્લા ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા કરવામાં આવી છે.જો એ તાત્કાલીક ધોરણે રદ કરવામાં નહિ આવે તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતો તેમજ સરપંચો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે.નર્મદા જિલ્લાની કોઇ પણ ગ્રામ પંચાયતમાં મનરેગા હેઠળનું કામ કરવા દેવામાં આવશે નહી.
હવે આ ઈ-ટેન્ડરિંગ પદ્ધતિનો -કોંગ્રેસે પણ વિરોધ નોંધવિયો છે ત્યારે ધારાસભ્ય ને સરપંચ સંઘ ની રજૂઆતો મામલે ઈ-ટેન્ડરિંગ પદ્ધતિ રદ થાય છે કે કેમ એ જોવું રહ્યું હાલ આ ઈ-ટેન્ડરિંગ પદ્ધતિ નો જિલ્લા માં વિરોધ નો સુર ઉઠવા પામ્યો છે આજે આ મામલે ભાજપના યુવા મોરચા પ્રમુખ ચંદ્રકાન્ત લુહારે આ મામલે આદોલન કારવની ચિમકી આપતા જ રાજકારણ ગરમાયુ છે.