નર્મદા જિલ્લાના નવપરા(નિકોલી) ગામમાં પંચાયતની ગટર લાઇનના કામ દરમિયાન બબાલ: સરપંચને મારી નાંખવાની ધમકી

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

સરપંચ દ્વારા ગામમાં પંચાયત ની ગટરલાઇન નુ કામ હાથ ધરાતાં સરપંચ ને માર મારતા પોલીસ મથકમાં એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ રાજપીપળા – નર્મદા જિલ્લાના નવાપરા નિકોલી ગામે પંચાયત ની ગટર લાઇન ના પાણી ના નિકાલ માટે કામ કરાવતા ગામ ના સરપંચ ને માર મારી જાતિ વિષયક અપશબ્દો બોલી જાન થી મારી નાખવાની ધમકી આપતા સરપંચે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે .

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકા ના નવાપરા નિકોલી ગામે પંચાયત ની ગટર લાઇન ના પાણી ના નિકાલ માટે ગામ ના સરપંચ મુકેશભાઈ બચુભાઈ તડવી ગટર લાઇન નુ કામ કરાવતો હતો, ત્યારે ગામનોજ યુવાન વિશ્વરાજસિંહ ઉર્ફે શીવો દિલાવરસિહ ગોહિલ ના ધર ની પાછળ ના ભાગે આ કામ શરુ કરાતા વિશ્વરાજસિંહ એ સરપંચ ને કહ્યું કે પોતાના પ્લોટ મા ગટર લાઇન નાખવાની નથી જેથી સરપંચે ફોડ કરતા જણાવ્યું હતું કે ગટરલાઇન ના ખાલી ભુગળા જ નાખવાનાં છે,પછી તેમા માટી પુરાણ કરી નાખીશું તમને કોઈજ તકલીફ પડે નહી.

આટલી વાતચીત કરતા વિશ્વરાજસિંહ એ સરપંચ ને તમે ધાણકા સરપંચ બની ગયા છો,કહી મા બેન સમાણી ગાળો આપી અપશબ્દો બોલી, જાતિ વિષયક અપશબ્દો બોલી પાવડા વડે માર મારી જાનથીમારી નાખવાની ધમકી આપતાં સરપંચે આમલેથા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની સામે એટ્રોસીટી એકટ હેઠળ ફરિયાદ દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *