રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના રાજપીપળા માં વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જવાના બનાવ બનતા હોય છે થોડો વરસાદ પડે અથવા તો પવન ફૂંકાય અને તરત જ વીજપુરવઠો ખોરવાઈ જાય છે સાથે સાથે જો ફોલ્ટ થાય તો તેને બનાવતા ત્રણથી ચાર કલાક સુધીનો સમય પણ નીકળી જાય છે આ બાબતે રાજપીપળાની પ્રજા રોષે ભરાઇ છે અગાઉ ડી.જી.વી.સી.એલ ફરિયાદ કેન્દ્ર ઉપર રાત્રે પ્રજાએ હુરિયો બોલાવ્યો હતો પરંતુ સમસ્યા નું નિરાકરણ ન આવતા આજે રાજપીપળાના જાગૃત નાગરિકોએ જિલ્લા કલેકટર અને નર્મદા જિલ્લાના રાજપીપળા ના વીજ કંપનીના કાર્યપાલક ઇજનેરને સંબોધતું એક આવેદનપત્ર આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં હજી અન્ય જિલ્લાઓ ની જેમ ૮૦ – ૯૦ % વરસાદ પણ નોંધાયો નથી માંડ વરસાદ ની શરૂઆત થઈ છે ત્યારે રાજપીપળા માં થોડા છાંટા કે વરસાદ પડે કે તરતજ વીજપુરવઠો બંધ કરી દેવાય છે અગાઉ પ્રિ મોન્સૂન કામગીરી ના નામે તંત્ર દ્વારા તાગડ ધીનના કર્યા હોવાનો આક્ષેપ પણ આવેદન માં કરાયો છે ઉપરાંત જણાવ્યું છે કે અધિકારીઓ ના ઘરે ઇન્વેટર કે જનરેટર પણ હોય ગરીબ પ્રજા શુ કરે ? જેવા વેધક સવાલો સાથે નર્મદા જિલ્લાના રાજપીપળા ની પ્રજા ન્યાય માંગવા જિલ્લા કલેકટર પાસે પોહચી હતી ઉપરાંત વીજ કંપની નો કંમ્પ્લેઇન નમ્બર પણ વીજ પુરવઠો ખોરવાય ત્યારે બંધ હોય છે ત્યારે આ બાબતે જિલ્લા કલેકટર યોગ્ય પગલાં લઈ કાયમી નિરાકરણ લાવે તેવી લોકોએ માંગ કરી છે.