રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ શહેરી વિસ્તારમાં અગાઉ પણ આખલા સાથે બાઈક હડફેટમાં મહીલાનું મોત નિપજ્યું હતું વધું એક યુવાનના મોત થતાં તંત્ર સામે રોષની લાગણી વ્યાપીછે રખડતાં પશુઓનો પ્રશ્ન હલ કરવા શહેરીજનોનીં માંગ
કેશોદ શહેરી વિસ્તાર ઉપરાંત આજુબાજુ ત્રણ કિલોમીટર જેટલા વિસ્તારમાં ગાયો આખલા સહીત રખડતા પશુઓ રોડ પર રખડતા અને રોડ પર બેસતા જોવા મળેછે ત્યારે રોડ પર રખડતા પશુઓ પણ અનેકવાર અકસ્માતનો ભોગ બન્યાછે પશુઓ ઈજાગ્રસ્ત થવાના બનાવો બન્યાછે અને અનેક રાહદારીઓ વાહનચાલકો પણ ઈજાગ્રસ્ત બન્યાનાછે અગાઉ કેશોદના માંગરોળ રોડ નજીક રખડતા પશુ હડફેટે બાઈક પર પાછળ બેઠેલ મહીલાનું મોત નીપજ્યું હતું જ્યારે તાજેતરમાં કેશોદના જયદીપ રમેશભાઈ પરમાર જે દરબારવાડી નજીક આવેલ જેટકોમાં સર્વિસ અર્થે રાત્રીના સમયે જઈ રહેલ ત્યારે કણેરીયાબાપા મંદિર નજીક ધારાસભ્યની કાર્યાલય સામે રાત્રીના સમયે બાઈક આખલા સાથે અથડાતાં યુવાનને પેટના ભાગે ગંભીર ઇજા પહોંચતાં રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ જ્યાં સારવાર દરમિયાન મોત નિપજતાં યુવાનનાં પરિવારમાં માતમ છવાયો છે.
કેશોદ શહેરી વિસ્તારમાં તમામ બજારોમાં રોડ પર રખડતા પશુઓના અસહ્ય ત્રાસથી છેલ્લાં બે વર્ષથી યુવા વેપારી મોબાઇલ એસોસીએશન પ્રમુખ રાજુ બોદરની આગેવાનીમાં શહેરીજનો વેપારીઓ દ્વારા રજુઆતો કરવામાં આવી રહી છે અનેક વખત નગરપાલિકા તંત્રને લેખિત મૌખિક રજુઆત ચિફ ઓફિસર મામલતદાર નાયબ કલેકટર સહિતને આવેદનપત્ર સાથે રજુઆતો કરવામા આવી હતી ધારાસભ્ય સંસદ સભ્ય સહીતને પણ રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામા આવતી નથી ત્યારે રખડતા પશુઓથી વધુ લોકો અન પશુઓ ઈજાગ્રસ્ત બનશે અને વધુ લોકોના જીવનો ભોગ લેવાશે? એ પહેલાં તં દ્વારા રખડતા પશુઓનો યોગ્ય ઉકેલ લાવી વર્ષોથી ઉદ્ભવેલ પ્રશ્ન હલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.