રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ સામાજીક વનીકરણ રેન્જ કેશોદ દ્વારા કુપોષીત બાળકોના ઘર આંગણે ફળાઉ રોપા વાવેતર તેમજ રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેશોદ રેન્જમાં કેશોદ રાઉન્ડ, અજાબ રાઉન્ડ,ના ગામોમાં આંગણવાડી કેન્દ્રોના બહેનો સાથે મળીને કુપોષિત બાળકો સગર્ભા મહિલાઓના ઘર આંગણે રોપા વિતરણ અને રોપા વાવેતર કરવામાં આવેલ હતું જેમાં કેશોદ રેન્જના અજાબ મેસવાણ સોંદરડા સહિતના ગામોમાં આશરે પાંચસો જેટલાં ફળાઉ રોપાનું વિતરણ વાવેતર કરવામાં આવ્યું હતું વનપાલ કેશોજા વનરક્ષક તોલાણી તથા વનરક્ષક જોટવા બેન સહીતની ઉપસ્થિતમાં ફળાઉ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.