રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
મહિલા અને બાળવિકાસ વિભાગ (ICDS) ગાંધીનગર દ્વારા “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવશે.
મહિલા અને બાળવિકાસ વિભાગ (ICDS) ગાંધીનગર અને ICDS અમદાવાદ જીલ્લા પંચાયત ધ્વારા વંદે ગુજરાત-૧ ચેનલ પર બપોરે ૨:૦૦ થી ૩:૩૦ વાગે “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. જો “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ જોવાનું ચુકી જવાય તો યુ ટ્યુબ પર WCD GUJARAT પર મોબાઈલમાં જોઈ શકાશે. ગુજરાતની દરેક કિશોરી તેના જીવનકાળમાં સાચા અર્થમાં પૂર્ણ બને તેવું મહત્વકાક્ષી હેતુ એજ ગુજરાત સરકારની નેમ છે. કિશોરાવસ્થાએ જીવનનો એક મહત્વ પૂર્ણ તબક્કો છે. આ તબ્કામાં કિશોરીઓમાં શારીરિક, માનસિક, સામાજિક અને ભાવાત્મક પરિવર્તન જોવા મળે છે. આ સમયગાળો સામજિક, જાતીય વિકાસ અને કારકિર્દીના ધ્યેયો હાંસલ કરવાની ઉંમર હોવાના કારણે તેમની વિષેશ કાળજી લેવી જરૂરી બને છે. ગુજરાતની કિશોરીઓમાં એનીમિયા, બાળલગ્ન, કુપોષણમાં ઘટાડો આરોગ્ય પોષણ સ્વસ્થ જીવન શૈલી, પ્રજનન અને જાતીય આરોગ્ય પ્રત્યે જાગૃતી લાવવી બાળલગ્ન અને તેના દુષ્પપરિણામો અંગે જાગૃતિ ખુબ જ જરૂરી છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ ઘટકની ૯૭ આંગણવાડી કેન્દ્ર, વિરમગામના તમામ આંગણવાડી કેન્દ્રોની ૧૧ થી ૧૮ વર્ષની કિશોરીઓ, સગર્ભા ધાત્રી માતાઓ “ઉંબરે આંગણવાડી” કાર્યક્રમ જોવે તે માટે આંગણવાડી વર્કર બહેનો એ દરેક ને આ માર્ગદર્શન આપેલ છે તેમ વિરમગામ/માંડલના સીડીપીઓ મીતા જાનીએ જણાવ્યુ હતુ.