રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ માળીયા હાઈવે પર અવારનવાર ઈંગ્લીશ દારૂની હેરાફેરી થતી હોવાની જાણવા મળે છે ત્યારે મોરબી એલસીબી પોલીસને ચોકકસ બાતમી મળતા હળવદ તાલુકાના કવાડીયા હાઈ વે રોડ ખાનગી વોચ રાખતા ધાંગધ્રા તરફથી ઇંગ્લિશ દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું જેમા ૫૯૮ ઈગ્લીશ દારૂ ભરેલી પેટીઓ મોરબી એલ.સી.બી ઝડપી પાડી ને મોરબી એલ.સી.બી પોલીસ એ હળવદ પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઈવે પર પોલીસને સંતાકૂકડી રમાડીની બુટલેગરો વાહન મારફતે દારૂની હેરાફેરી કરતા હોય છે ત્યારે મોરબી એલસીબી પોલીસ પી એસ આઈ જાડેજા અને સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના કવાડીયા ગામે ઇંગ્લિશ દારૂ ભરેલું કન્ટેનર પસાર થતા રોકીને તલાશી લેતાં તેમાંથી જેમાં ભુસા ની આડમાં ઈંગ્લીશ દારૂની વિસ્કી ની ૫૯૮ પેટી મળી આવી હતી ત્ત્યારે મોરબી એલસીબી પોલીસે ઇંગ્લિશ દારૂ ભરેલું કન્ટેનર હળવદ પોલીસ સ્ટેશન લાવી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઇંગ્લિશ દારૂ રેડ દરમિયાન ડ્રાઈવર નાસી છૂટ્યો ઈંગ્લીશ દારૂની રેઇડ પડતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.