સુપ્રીમ કોર્ટ નો સર્વે પર રોક લગાવવાનો ઇન્કાર
મથુરા શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ કેસમાં મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. મહત્વનું છે કે ઈદગાહ કમિટીએ કોર્ટ કમિશનરની નિમણૂકના મામલે હાઈકોર્ટના આદેશ પર સ્ટે મૂકવાની માંગ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે કોઈપણ રીતે હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કર્યો હતો.
વિવાદિત જગ્યાનો સર્વે કરાશે.
સૌ :- A.N.I
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહનો મામલો વર્ષોથી કાયદાકીય ગૂંચવણોમાં અટવાયેલો છે. શ્રી કૃષ્ણ જન્મસ્થળનો સર્વે કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. હવે અલાહાબાદ હાઈકોર્ટે આ મામલે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટ કમિશનર વિવાદિત જગ્યાનો સર્વે કરશે. અલ્હાબાદ હાઈકોર્ટે 3 એડવોકેટને કોર્ટ કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે અને તેમને વિવાદિત જગ્યાનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આ મહત્વપૂર્ણ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે.
મહત્વનું છે કે એક દિવસ પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલ શાહી ઈદગાહ સંકુલના કોર્ટ કમિશનર સર્વેને મંજૂરી આપી હતી. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે અમે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના સર્વેને મંજૂરી આપી છે. જોકે, ASI સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે, આ બધું 18 ડિસેમ્બરે નક્કી થશે.