ધર્મેશ પંચાલ – એડિટર
વિદ્યાર્થીઓએ વૃક્ષ જતન કરવાની પ્રતિજ્ઞા લીધી.
સમગ્ર રાજ્યમાં એન. એસ. એસ. દિવસ ની ઉજવણી થઇ રહી છે ત્યારે ગોધરાની જાણીતી શેઠ પી. ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ માં એન. એસ. એસ. દિવસની ઉજવણી વૃક્ષારોપણ કરી ને કરવામાં આવી.
કાર્યક્રમમા એન. એસ. એસ. ના વોલેન્ટીઅર ધ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ મા ડો. રમાકાંત પંડ્યા સાહેબ હેડ ઓફ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ, ડો. પી. વી. ધારાણી હેડ ઓફ માઈક્રોબાયોલોજી ડીપાર્ટમેન્ટ, ડો. વિપુલ કોટડીયા આસીસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી, ડો. પ્રવિણ પરમાર આસીસ્ટન્ટ પ્રોફેસર કેમેસ્ટ્રી,ડો.વંદના વ્યાસ આસીસ્ટન્ટ પ્રોફેસર બોટની,ડો.એન. એન. વ્યાસ એસો. પ્રોફેસર કેમેસ્ટ્રી, યેરા અમીન અને સગૂફતા મેડમ સહીતના સ્ટાફ , ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરીને કાર્યક્રમ ને દિપાવ્યો હતો . કાર્યક્રમ ના અંતે ડો. રમાકાંત પંડ્યા હેડ ઓફ કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટ એન. એસ. એસ. ના તમામ વિધ્યાર્થીઓ ને એન. એસ. એસ. દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન ડો. રૂપેશ એન. નાકર આસીસ્ટન્ટ પ્રોફેસર ઓફ બોટની તથા પ્રોગ્રામ ઓફીસર એન. એસ. એસ. ધ્વારા કરવામાં આવ્યું હતું. એન. એસ. એસ. ના વોલેન્ટીઅર ધ્વારા વૃક્ષારોપણ કરી તેનુ જતન કરવાનો સંકલ્પ લીધો હતો.