મોરબી: હળવદ ના સરા રોડ અને વેગડવાવ રોડ પર સ્મશાન માં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી પ્રજામાં રોષ.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

હળવદમાં સ્ટ્રીટલાઇટો બંધ હોવાની ફરિયાદ દિવસે દિવસે વધતી જાય છે ત્યારે હળવદના વેગડવાવ રોડ ઉપર આવેલ અનુસૂચિત જાતિના સ્મશાન માં પણ સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે બુધવારે હળવદના બસ સ્ટેશન પાછળ ના વૃદ્ધ દેવશીભાઈ પરમારનું મોત થતાં તેમની અંતિમવિધિ કરવા ગયા ત્યારે સ્મશાનમાં સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી મોબાઈલ ની લાઈટોનો સહારો લઇને અંતિમ વિધિ કરવાની ફરજ પડી હતી.

‌નગરપાલિકાના ચીફ ઓફિસર સાગર ભાઈ રાડીયા ને અનેક વાર ફોન કરવા છતાં પાલિકાના કર્મચારીઓ કોઈ ડોકાયા ન હતા સ્મશાન મા અંધારપટ ના કારણે પરિવારજનોમાંઅને‌ સગા સંબંધીઓમાં રોષભભૂકી ઉઠયો હતો તેમજ હળવદના સરા રોડ ઢવાવાણીયા દાદા ના મંદિર થી સરા ચોકડી સુધી ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી રાત્રિના સમયે અંધારપટ છવાયો છે સ્ટ્રીટ લાઇટો બંધ હોવાના કારણે રાત્રીના સમયે અકસ્માતનો ભય થવા નો ભય સતાવી રહ્યો છે તેમજ તસ્કરોને મોકળું મેદાન મળે છે ત્યારે પાલિકાતંત્ર દ્વારા વેગડવાવ રોડ ઉપર આવેલા અનુસૂચિત જાતિના સ્મશાન માં અને સરા રોડ ઉપર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટ ચાલુ કરે તેવી હળવદવાસીઓની માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *