રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકા ના કંથરપુરા ગામમાં ૨૯ મી જૂને પાણીની સમસ્યા બાબતે ગયેલા તિલકવાડા મામલતદાર પી.કે.ડામોર દ્વારા ગામની મુલાકત વખતે ગ્રામજનો અને મહિલા સરપંચ સાથે ગામમાં પાણીની ની તકલીફ બાબતે ચર્ચા દરમિયાન મામલતદાર એ મહિલા સરપંચ મંજુલા બેન બારીયા નું અપમાન કરી તેમના પતિ દલસુખભાઈ બારીયાની ફેટ પકડી અપશબ્દો બોલી તેમને અપમાનિત કર્યા હોઈ આ બાબત યોગ્ય નથી માટે મામલતદાર ડામોર સામે તાત્કાલિક કાર્યવાહી કરવા તિલકવાડા તાલુકા ની તમામ ગ્રામપંચાયત ના સરપંચો દ્વારા નર્મદા કલેક્ટર ને આવેદન આપવામાં આવ્યું હતું આવેદન માં એમ પણ જણાવ્યું હતું કે જો તેમના વિરુદ્ધ કાર્યવાહી નહિ થાય તો તમામ સરપંચ દ્વારા ગાંધી ચીંધ્યા માર્ગે ઉગ્ર આંદલન કરવામાં આવશે.આ રજુઆત માં સરપંચ સમિતિ નર્મદા ઝોનના પ્રમુખ નિરંજન ભાઈ વસાવા સહિતના સરપંચો હાજર રહ્યા હતા.
મહિલા સરપંચ અને તેમના પતિ ના અપમાન બાબતે મામલતદાર ડામોર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આવી કોઇ ઘટના બની નથી તમે ગ્રામજનો કે ડેપ્યુટી સરપંચ ને પૂછી શકો છો પરંતુ હકીકત માં સરપંચે જે બોર કરાવ્યા છે જેમાં રૂ.૧.૪૦ લાખ ના મોટર ના બિલો રજૂ કર્યા નથી અને સરપંચે ઉચાપત કરી છે માટે આ ખોટા આક્ષેપ કરે છે તેમ મામલતદાર ડામોરે જણાવ્યું હતું.