નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના કણજી ગામેથી રૂ.૪૬,૦૦૦ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

Latest Narmada
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા

આગામી સમયમાં યોજાનાર જીલ્લા તાલુકા પંચાયત ચૂંટણી અનુસંધાને દારૂના દુષણને ડામવા કામગીરી કરવા માટેની મળેલ સૂચનાને આધારે એ.એમ.પટેલ,પો.ઇન્સ.એલ.સી.બી.દ્વારા એલ.સી.બી.સ્ટાફના પોલીસ માણસોને જીલ્લામાં દારૂની હેરાફેરી તથા ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખાવા જણાવતા દેડીયાપાડા તાલુકાના કણજી ગામની સીમમાં પ્રોહિબીશનની નાકાબંધીમાં હાજર હતા તે દરમ્યાન એક લાલ કલરની પેશન પ્રો મો.સા. GJ.22.D – 7258 વડફલી મહારાષ્ટ્ર તરફથી ઝરવાણી તરફ જતી હોય તેને ઉભી રાખવાનો ઇશારો કરતા મો.સા.ના ચાલક દુરથી નાકાબંધી જોઇ લેતા મો.સા.મુકી જંગલ-ઝાડીમાં અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો. મો.સા.ની બાજુમાં બે કંતાનના કોથળા તેમજ એક વિમલના થેલો મળી આવેલ જેની તપાસ કરતા ઇગ્લીશ દારૂના ક્વાટરીયા નંગ -૨૩૬ કિ.રૂ. ૨૩,૬૦૦ તથા બીયર ટીન નંગ -૨૪ કિ.રૂ .૨૪૦૦ તથા મોબાઇલ ફોન-૧ કિ.રૂ.૫૦૦૦ તથા મો.સા.-૧ કિ.રૂ.૧૫૦૦૦ મળી કુલ કિ.રૂ .૪૬, ૦૦૦ ના મુદ્દામાલ સાથે અજાણ્યા મો.સા.ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *