રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી અને વાલી મંડળ ના પ્રમુખ રસિક ચાવડા દ્વારા અગ્ર સચિવશ્રી શિક્ષણ વિભાગ ને પત્ર લખી માંગ કરી છે કે ઉનાના દરિયાકાંઠાના વિસ્તારમાં આવેલ ખડા ગામમાં અંદાજે ૨૫૦૦ થી વધુ લોકો વસવાટ કરે છે તેમજ હાલ પ્રાથમિક શાળા માં ૩૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમાં ધોરણ ૮ માં ૨૮ જેટલા અભ્યાસ કરે છે પરંતુ આ વિધાર્થીઓ ને ધોરણ ૯ માં અભ્યાસ માટે ૧૦ કિલોમીટર થી વધારે અંતર દૂર ખાનગી વાહનોમાં અથવા સાઇકલ લઇને વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે જવું પડે છે કડકડતી ઠંડી, બળબળતા તાપ હોય કે ધોધમાર વરસાદ સહિતની પરિસ્થિતિમાં આ વિસ્તારના વિધાર્થીઓ ને હેરાન પરેશાન થવું પડે છે તેમજ અપ ડાઉન નાં કારણે ધણાં વિધાર્થી તથા ખાસ વિધાર્થીની ઓ અભ્યાસ છોડી દેતા હોય છે.આથી આપ સાહેબશ્રી ને નમ્ર વિનંતી છે કે ખડા ગામમાં માધ્યમિક શાળા ને વહેલી તકે મંજૂરી આપી આવતા સત્ર થી ધોરણ ૯ નો વર્ગ ચાલુ કરવામાં આવે તેથી આ ગામના વિધાર્થીઓ સહિત આસપાસનાં ગામોના વિધાર્થીઓને આ શાળાનો લાભ મળશે આથી વિધાર્થીઓનાં વિશાળ હિતને ધ્યાને લઈ ને આ માધ્યમિક શાળા વહેલી તકે કાર્યરત કરવામાં આવે માંગ રસિક ચાવડા એ કરી છે.