રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના મહામારી માં ખડે પગે ફરજ બજાવતા સાચા યોદ્ધાઓની તરફેણ માં રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરે એ હિતકારી
સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસની મહામારીમાં સપડાયેલ છે.ત્યારે ભારત દેશ પણ આ મહામારીના સકંજામાં સપડાયો હોય જેના પગલે એક બાદ એક લોકડાઉન ચાલતા આવ્યા છે ત્યારે નર્મદા માં સતત ખડેપગે રહેતા હોમગાર્ડ, જીઆરડી અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સતત પોતાની નિષ્ઠાથી જવાબદારી બજાવી રહયા છે.જેથી ગુજરાત સરકાર તેમના વેતનમાં વધારો કરી પોલીસ કોન્સ્ટબલ કેડરમાં ગણી માસિક પગાર કરવામાં આવે તેવી માંગ આખા ગુજરાત માંથી ઉઠી હોય ત્યારે નર્મદા જિલ્લામાં પણ ફરજ બજાવતા આ જવાનો આકરી ગરમીમાં અને કોરોના સંક્રમણ વચ્ચે ખડેપગે રહી ફરજ બજાવતા હોય ત્યારે તેમને હાલ મળતું વેતન આજની મોંઘવારી માં ઘણું ઓછું કહી શકાય માટે ગુજરાત સરકાર જો આ જવાનો ની તરફેણ માં નિર્ણય લઇ તેમને પોલીસ કોન્સ્ટબલ ની કેડરમાં ગણી માસિક પગાર આપે તે જરૂરી.