રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગૌરીવ્રત ની ઉજવણીમાં બાલિકાઓ અને યુવતીઓ ઘરે બેઠાજ ઉજવે તે માટે જાયન્ટસ ગ્રુપ ઓફ શ્રુજા સાહેલી રાજપીપલા દ્વારા ઓન લાઈન ડાન્સ હરીફાઈ હવે અનલોક 2 ની શરૂઆત થઇ ગઈ છે પરંતુ કોરોના ની મહામારી ને કારણે હજી પણ સોશિઅલ ડિસ્ટન્સ સાથે માસ્ક ના ઉપયોગ અને સૅનેટાઇઝર નો ઉપયોગ કરી વારંવાર હાથ ધોવાની સરકાર શ્રી ની ગાઇડલાઇન છે ત્યારે હવે શરૂ થતા તહેવારો માં વધુ કાળજી રાખવાની વાત માનનીય વડાપ્રધાન મોદી સાહેબ એ પણ કરી છે ત્યારે આ વર્ષના પ્રથમ તહેવાર સમા ગૌરીવ્રત ની ઉજવણીમાં બાલિકાઓ અને યુવતીઓ ઘરે બેઠાજ ઉજવે અને દર વર્ષે થતી હરીફાઈ નો પણ આનંદ લે તે માટે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારી તેમજ લોકડાઉન દરમિયાન સોશ્યલ ડીસ્ટન્સ નું કડક રીતે પાલન થાય તે રીતે જાયન્ટસ ગ્રુપ ઓફ શ્રુજા સાહેલી રાજપીપલા દ્વારા ગૌરીવ્રત ની ઉજવણી ના ભાગરૂપે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ ડાન્સ હરીફાઈ નું આયોજન ઓનલાઈન કરવામાં આવ્યું છે જેમાં નર્મદા જિલ્લામાં રહેતા 5 થી 14 વર્ષના બાળકો માટે “સુપર બાલક -બાલિકા ઓફ ધ નર્મદા” અને ૨૦ વર્ષ થી ઉપર ની મહિલાઓ માટે “સુપર મધર ઓફ ધ નર્મદા ” ડાન્સ કોમ્પિટિશન નું આયોજન હાથ ધરાયુ છે રસ ધરાવતા બાળકો તેમજ મહિલાઓ આ હરીફાઈ માં ભાગ લઈ શકશે અને આ તમામ હરીફોએ 3/07/20 અને 4/07/20 ના રોજ પોતાના ડાન્સ નો વિડિઓ વોટ્સએપ્પ કરવાનુ રહેશે આ માટે રાજપીપળાના 24 કેરેટ ગિફ્ટ શોપ લીમડાચોક ખાતે ફોર્મ ભરી શકાશે,વિજેતા પ્રથમ ત્રણ નો વિડિયો www.panchmahalmirror.com પર અને ગુજરાત નેશન ટીવી ઉપર પ્રદર્શિત કરવામાં આવશે.