અંબાજી: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામા બની રહેલા શ્રી રામ મંદિરના ભૂમિ પૂજન માટે શક્તિપીઠ અંબાજી થી પવિત્ર જળ અને પવિત્ર માટી લઈ જવાયાં.

Ambaji Banaskantha Latest
રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં રામ મંદિર એ સમગ્ર રાષ્ટ્રનું ભવ્ય મંદિર બને અને નિર્માણ કાર્યમાં કોઇ પ્રકારનો વિધ્ન ન આવે એ માટે સમગ્ર ભારતના પવિત્ર સ્થાનો ની માટી અને જળ એકત્રિત કરવાનું વિશેષ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચાલી રહ્યો છે તે અંતર્ગત આજરોજ યાત્રાધામ અંબાજી કે જયાં શ્રીરામને અજય બાણ પ્રાપ્ત થયું હતું ત્યાંની પવિત્ર માટી અને સરસ્વતીના સંગમ નું પવિત્ર જળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકત્રીત કરવામાં આવ્યું, અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ શુકનના ભાગ રૂપે ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો. આ પવિત્ર માટી અને પવિત્ર જળ અયોધ્યામાં જે રામ મંદિર બની રહ્યું છે તેના ભૂમિપૂજન માં ઉપયોગમાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *