નર્મદા: વ્યાજખોરોના ત્રાસને બંધ કરવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકનું સરાહનીય પગલું જનતામાં ખુશીનો માહોલ.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા માં ઘણા સમયથી વ્યાજખોરો નો ત્રાસ વધ્યો છે ત્યારે થોડા સમય અગાઉ એક ગરીબ વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો. સામાન્ય વ્યાજ દર કરતા ખૂબ ઊંચા ભાવે કેટલાક વ્યાજખોરો લેણદાર પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી આપી પૈસા પડાવાનો પ્રયત્ન કરે છે જેથી વ્યાજે નાણાં લેનાર વ્યક્તિ વ્યાજખોરો ના ત્રાસ થી તોબા પોકારી ઉઠે છે કેટલીક વાર આ મજબૂરી તેમને આત્મહત્યા તરફ પણ દોરી જાય છે.

વ્યાજખોરો ના ત્રાસને બંધ કરવા તેમજ પઠાણી ઉઘરાણી કરતા લોકો ને સબક શીખવાડવા નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબ દ્વારા એક પ્રજાજોગ અપીલ કરાઈ છે જેમાં જણાવ્યું છે કે કોઈ વ્યાજખોરો હેરાન કરે પઠાણી ઉઘરાણી કરે ધાક ધમકી આપે તો આ અનુસંધાને નર્મદા જિલ્લા કંટ્રોલ રૂમ ૧૦૦ નંબર ઉપર કોલ કરે અને ફરિયાદ લખાવે પોલીસ આવા વ્યાજખોર તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *